ખડસલીયા કેન્દ્રવર્તી શાળા તથા ભોળાવદર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશ ભક્તિની થીમ પર કૃતિઓ રજૂ કરી
જીએચસીએલ લિમિટેડ દ્વારા શહેરના કાળુભા રોડ પર આવેલ કલર્ક કલેશન હોટલ ખાતે આઝાદી કા અમૂર્ત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે ખડસલીયા કેન્દ્રવર્તી શાળા તથા ભોળા વદર પ્રાથમિક શાળા બાળકો દ્વારા દેશ ભક્તિની થીમ પર કૃતિઓ રજૂ કરી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના ડી.જી.એમ.એસ કે.ડી.રામ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જીએચસીએલ લિમિટેડ તથા ખડસલીયા લિગ્નાઇટ માઈન્સ અને સિધેશ્વરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંયુક્ત ઉપક્રમે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની અભિવ્યક્તિમાં દેશભક્તિની થીમ પર બાળકો તે કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, સાથે સાથે આઝાદીની મહિમાનો અર્થ સાક્ષર કરવામાં આવ્યો હતો તથા કાર્યક્રમનો મુખ્ય દેશ આઝાદીનું મહત્વ આજના બાળકને મહત્વ સમજાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ઘંનજય કુમાર (સીન જનરલ મેનેજર- માઈન્સ), વાય.કે.સિંધ (માઇન્સ મેનેજર-જીપીસીએલ), અનિલ વાંડકર (માઈન્સ મેનેજર-જીએચસીએલ) કેતુલ પ્રજાપતિ (પ્રોજેકટ ડાયરેક્ટર – સિધેશ્વરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર) સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીએચસીએલ લિમિટેડ તથા સિધેશ્વરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ સ્ટાફગણ તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.