ભાવનગર જિલ્લાના શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સર્વ લોકોમાં ટ્રાફિક અવેરનેસ , સાઇબર ક્રાઇમ , ડ્રગ્ઝ અવેરનેસ , એન્ટી રોમિયો અંગે જાગૃતિ લાવવા
ભાવનગર રેન્જના આઇ .જી.પી. અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન દ્વારા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબની સુચનાથી પાલીતાણા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબના દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.ગોહિલ સાહેબ તથા શિહોર પો.સ્ટે .ના પોલીસ સ્ટાફ દ્વારા શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારની શાળાઓ / કોલેજોમાં આજરોજ સિહોર તાલુકા સહિત ત્રણ તાલુકા ને જોડતું અને છેવાડા નું ગામ એવા ભાંખલ ગામની રાધે ક્રિષ્ણા ભાંખલ ખાતે જઈ ને શાળા ના આચાર્ય ધર્મેન્દ્રસિંહ ગોહિલતેમજ અન્ય શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરી શાળામાં અભ્યાસ કરતા આશરે ૫૨૫ વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓને ટ્રાફિક બાબતે અવેરનેસ આવે તેમજ સાઇબ ર ક્રાઇમના હાલના સમયમાં વધતા જતા બનાવો બાબતે તકેદારી રાખવા અને અત્યારની યુવા પેઢીઓમાં વધતા ડ્રગ્ઝ સેવન અટકાવવા ડ્રગ્ઝ અવેરનેસ બાબતે તેમજ એન્ટી રોમિયો પ્રવૃત્તિ અંગે જાગૃતિ લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી તેઓને હાલમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા “ શી ટીમ ” ની રચના કરવામાં આવેલ તેના બાબતે જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને પોતાના પરિવારના સભ્યોને પણ પાલન કરાવવા શિહોર પોલીસને સહકાર આપવા માર્ગદર્શન આપવામાં આવેલ છે .
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર…