ગુજરાત એર સકોડન એન. સી. સી. ભાવનગરના ત્રીજા વર્ષની કેડેટ્સ સિનિયર અંડર ઓફિસર ઋત્વિકબા પ્રદ્યુમનસિંહ ગોહિલ જે સર પી. પી. સાયન્સ કોલેજમાં બી.એસ.સી. ફિજિકસ વિષય સાથે કોલેજના ત્રીજા વર્ષમાં આભ્યાસ કરે છે. તાજેતરમાં રાજકોટ ગ્રૂપના બ્રીગેડીયર એસ. એન. તિવારી સાહેબના હસ્તે ૨૦૨૧/ ૨૨ વર્ષનો શ્રેષ્ઠ કેડેટ્સ તરીકેનો રોકડ પુરકાર પ્રાપ્ત કરેલ. તેઓએ પ્રી આર. ડી. સી. કેમ્પ, એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પ, સી. એ. ટી. સી. કેમ્પ ખુજ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ. આ ઉપરાંત આંતર યુનિવર્સિટી નેશનલ લેવલે બાસ્કેટબોલ રમતના ખુબજ સારી ખેલાડી છે. તેમના પિતાજી ભારતીય આર્મીમાં સૂબેદાર મેજર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. ઋત્વિકબા પોતાના પિતાજીના આદર્શોને સાચા અર્થમાં સરિતાર્થ કરવા રાષ્ટસેવામાં જોડાઈને ભારતીય સરંક્ષણ ડિફેન્સ વિભાગમાં ઓફિસર બનવા માંગે છે. તેમજ સર પી. પી. સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી વિષય સાથે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કેડેટ્સ અંડર ઓફિસર નમ્રતાસિંગે તાજેતરમાં ૨૬, જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ દિવસે ન્યુ દિલ્લી રાજપથ ખાતે રિપબ્લિક ડે પરેડ તેમજ પી. એમ. રેલીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ. તેમને ૨૦૨૦/ ૨૦૨૧ ની બેસ્ટ કેડેટ્સ તરીકેનો તેમજ કેડેટ્સ વેલ્ફેર સોસાયટી દ્વારા જુદા- જુદા બે પ્રતિષ્ઠિત રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. તેઓ આંતર યુનિવર્સિટી નેશનલ લેવલે ફૂટબોલ રમત પણ રમી ચૂક્યા છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરમાં ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિષય સાથે ચોથા વર્ષમાં આભ્યાસ કરતાં કેડેટ્સ સાર્જન્ટ મૃદુલ ઘોષ કારગિલ વિજય દિવસ ઉજવણી નિમિતે રાજકોટ ગ્રુપ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના વેબીનારમાં યોજાયેલ ક્વિજ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ. ખુબજ તેજસ્વી એવા મૃદુલના પિતાજી ઇન્ડિયન એર ફોર્સમાં વારંટ ઓફિસર તરીકે(રેડિયો ટેકનોલોજી)માં ફરજ બજાવી રહ્યા છે. ઉપરોક્ત ત્રણેય તેજસ્વી એર ફોર્સ એન. સી. સી.કેડેટ્સ ભારતીય સરક્ષણ ક્ષેત્રમાં ઑફિસર તરીકે જોડાઈને દેશ સેવા કરવાના ધ્યેય સાથે વિધ્યાઅભ્યાસમાં આગળ વધી રહ્યા છે. ૩ ગુજરાત એર સ્કોડનના આ ત્રણેય કેડેટ્સની સિદ્ધિ થી પોતાની એર ફોર્સ એન. સી. સી યુનિટ, કોલેજ , ભાવનગર તેમજ ગુજરાતનું નામ રોશન થયું છે.તેમના આ વિશિષ્ટ કાર્ય બદલ સી. ઓ. વિંગ કમાન્ડર ત્યાગરાજન સાહેબ ફ્લાઇંગ ઓફિસર (એ. એન. ઓ.) ડૉ. વિરમદેવ સિંહ ગોહિલ વોરંટ ઓફિસર મનોજ પિલ્લાઈ તેમજ દિપક રાઠોર અને પી. આઈ સ્ટાફે અભિનંદન પાઠવેલ.