ભાવનગર શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૨૧ ફુટ ઉંચા સાડા એકત્રીસ ફૂટના ઘેરાવાવાળા સવા-બે લાખ પંચમુખી રૂદ્રાક્ષના પારાથી નિર્મિત મહાશિવલિંગના દર્શન હવે ફક્ત બે દિવસ માટે જ ખુલ્લા રહેશે. તા.૯-૩ ના રોજ સાંજની ૭-૩૦ વાગ્યાની આરતી બાદ આ શિવલિંગના દર્શન બંધ થશે અને ત્યારબાદ તેનું વિસર્જન થશે. છેલ્લા બાર દિવસથી આ શિવલિંગના હજારો લોકોએ દર્શનનો લાભ લીધો છે. ભાવનગર શહેરના મેયર કિર્તિબેન દાણીધારીયા, પૂર્વ મેયરો મનભા મોરી, રમણીકભાઈ પંડ્યા, ઉપરાંત વિવિધ કમીટીના ચેરમેન ઉપેન્દ્રસિંહ ગોહિલ, શિશિર ત્રિવેદી તયા પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા તથા ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ઉપરાંત બ્રહ્મઅગ્રણીઓ સૌ.ક. પ્રમુખ અલ્કેશ ભટ્ટ, જીલ્લા પ્રમુખ ગૌતમભાઈ દવે, શહેર પ્રમુખ તેજસ જોષી, યુવા પ્રમુખ પ્રશાંત જાની, ઉપપ્રમુખ સંજય રાવલ તથા પ્રાંત મંત્રી સમીરભાઈ જોષી ઉપરાંત બ્રહ્મક્રાંતિ સંઘના કૌશિકભાઈ ઉપાધ્યાય, તથા રાજુભાઈ ઉપાધ્યાય, જ્ઞાતી પ્રમુખો દીનુભાઈ પંડીત, પારૂલબેન ત્રિવેદી તથા પરશુરામ ગુપના કેતન વ્યાસ તથા તેઓની ટીમ ઉપરાંત સામાજીક તેમજ શૈક્ષણિક તેમજ ઔધોગિક અગ્રણીઓએ દર્શનનો લાભ લીધો છે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ, પોલીઓ રસીકરણ કેમ્પ, તેમજ શિવરાત્રીને દિવસે જયેશભાઈ શુક્લ, ગૌરાંગભાઈ જાની, વામનભાઈ ભરવાડ તથા ગીરીશભાઈ જોષી દ્વારા શિવ આરાધના ભજતા કિર્તન’નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેનું યુ-ટયુબ લાઈવ પ્રસારણ રીતેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ. ભાવનગરની ધર્મપ્રેમી જનતાની લાગણીને માન આપી આ દર્શન તા.૯-૩-૨૨ સુધી લંબાવી, ત્યારબાદ વિસર્જન કરવામાં આવનાર છે. તો લાભ લેવા આયોજક બ્રહ્મ સેવા સંઘ વતી શિવકુમાર એસ. રાવલ તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.