શહેરમાં રખડતા ઢોરની સમસ્યા લાખોના ખર્ચ પછી પણ યથાવત છે, આજે પણ શહેરનો એકેય મુખ્ય માર્ગ પશુ મુક્ત નથી, જે ઢોરની સમસ્યા દૂર કરવામાં શાસકોની નિષફળતા પુરવાર થયા છે તો તંત્રની સક્રિયતાનો અભાવની ચાડી ખાય છે. આ સમસ્યા દૂર નહિ કરનાર કોર્પોરેશનએ હવે કાગળ પર કામગીરી કરવા મન મનાવ્યું હોય એમ શહેરમાં હોર્ડિંગ લગાવી રખડતા પશુઓને રજકો કે અન્ય સામગ્રી રસ્તે નહિ ખવરાવા, તેના બદલે પાંજરાપોળોમાં દાન આપવા અનુરોધ કર્યો છે. તેનો સીધો મતલબ છે કે ઢોર તો રખડતા રહેશે, તમે રજકો નહિ ખવરાવો.!! શહેરમાં રખડતા ઢોરની ધીંકથી અનેક માનવ જીંદગીઓ હણાઈ છે, કેટલાય લોકોના હાડકા ખોખરા થયા છે છતાં નફ્ફટ તંત્ર યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવાના બદલે લોકોને અનુરોધ કરતું ફરે છે જેની લોકોમાં આકરી નિંદા થઈ રહી છે.!