મહુવામાં ભવાનીનગર વિસ્તારને પાલિકાની હદમાં સમાવેશ કરો

76

દિવસ ૩૦માં ભવાનીનગરનો સમાવેશ નહીં થાય તો અનશન પર ઉતરવાની ચિમકી
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ ભવાનીનગરને મહુવા નગરપાલિકાની હદમાં સમાવેશ કરવાની માંગ સાથે ભવાનીનગરના રહીશોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
મહુવા શહેરમાં નગરપાલિકાના હદને અડીને ભવાનીનગર વિસ્તાર આવેલો છે આ વિસ્તાર છેલ્લા ૨૫ વર્ષથી અસ્તિત્વમાં હોવા ઉપરાંત મોટી સંખ્યામાં શ્રમજીવી ઓ વસવાટ કરે છે આ સ્થાનિકો નગરપાલિકાના હદમાં સમાવેશ ન કરવાનાં કારણે રોડ પીવાનાં પાણી ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓથી આજે પણ વંચિત રહી ગયા છે. આ સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે સ્થાનિકો આ વિસ્તારને નગરપાલિકાના હદમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યાં છે જે સંદર્ભે અવારનવાર મહુવા નગરપાલિકા પ્રમુખ સહિતનાઓને લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ પરીણામ ન આવતા ગત ફેબ્રુઆરી માસમાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ ફરી એકવાર ભવાનીનગરના રહીશોએ ભાવનગર સામાજિક એકતા જાગૃતિ મિશનના નેજા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી નેજા હેઠળ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી મહુવા ભવાનીનગર વિસ્તારને દિવસ ૩૦માં નગરપાલિકા હેઠળ સમાવી લેવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જો ૩૦ દિવસના અંતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં અનિશ્ચિત કાળ સુધી અનશન પર ઉતરવાની ચિમકી ઉચ્ચારણ કરી હતી.

Previous articleઢોર તો રખડતા રહેશે, તમે રજકો ન ખવરાવો !!
Next articleરાકેશ બાપટ અને શમિતા શેટ્ટીના બ્રેકઅપની ઉડી અફવા