RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
પ૭૧. ‘કરેલા ઉપકારને ભુલી જનાર’ – શબ્દસમુહ માટે એક શબ્દ આપો.
– કૃતઘ્ની
પ૭ર. નીચે આપેલ વાકયનો નિપાત ઓળખાવો. – ‘મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી’
– ય
પ૭૩. નીચેનામાંથી સાચી જોડણી દર્શાવો.
– દીપોત્સવી
પ૭૪. સંધિ જોડો ‘વિ + અતિક્રમ’
– વ્યતિક્રમ
પ૭પ. નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ શોધો. ‘ઉત્તમ’
– અધમ
પ૭૬. નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. – ‘ક્રિશા ખડખડાટ હસી’
– રીતવાચક
પ૭૭. સંધિ છોડો. ‘નિષિદ્ધ’
– નિ + સિદ્ધ
પ૭૮. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘શૂરવીર’
– દ્વન્દ્વ
પ૭૯. શબ્દસમુહ માટે એકદ શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો ‘મરવાની તૈયારીમાં હોય તેવું’
– મુમુર્ષ
પ૮૦. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ‘લાંબા છે જયાં દિન, પ્રિય રાખી! રાત્રિયે દીર્ઘ તેવી’
– મંદાક્રાન્તા
પ૮૧. નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ‘મલવજ’
– સુખડ
પ૮ર. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ‘સાટે આજે ગાજે ઓલું હાલરડું’
– શબ્દાનુપ્રાસ
પ૮૩. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો – ‘વાજ આવી જવું’
– ખુબ જ થાકી જવું
પ૮૪. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ‘કામિની ખાવાને મહત્વ આપે છે.’
– વિધ્યર્થકૃદંત
પ૮પ. નીચે આપેલા સામાસિક શબ્દો અને સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ?
– દુખઃવિયોગ – મધ્યમપદલોપી
પ૮૬. નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ?
– સોનામહોર- દ્વન્દ્વ
પ૮૭. નીચેના શબ્દસમુહ માટે એક શબ્દ આપો. ‘જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરૂષ’
– પ્રોષિતપત્નીક
પ૮૮. નીચેના શબ્દસમુહ માટે એક શબ્દ આપો ‘મસ્તક પર ડાળીવાળી સ્ત્રી શિલ્પ’
– શાલભંજિકા
પ૮૯. નીચેનામાંથી શ્લેષ અલંકારનું કયું ઉદાહરણ નથી ?
– દુનિયાનો છેડો એટલે પોતીકું ઘર. ઘરનો છેડો પોતાની સ્ત્રી
પ૯૦. ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યોર કયો અલંકાર બને છે ?
– રૂપક
પ૯૧. નીચેનામાંથી શાર્દુલવિક્રીડિત છંદનું બંધારણ સુત્ર કયું છે ?
– મ સ જ સ ત ત ગા
પ૯ર. નીચે આપેલી પંકિત અને તેના છંદની કઈ વિગત બંધબેસતી નથી ? – અલક મલક આ તરતો તડકો ચોતરફથી આયોજી ગોરીના બે ગાલમહી એ તસતસતો પથરાયોજી
– અનુષ્ટુપ
પ૯૩. ‘સખત મહેનત કરવી’ એવો અર્થ નીચે દર્શાવેલા કયા રૂઢિપ્રયોગમાં નથી દેખાતો ?
– ધુળ કાઢી નાંખવી
પ૯૪. ‘મડાગાંઠ પડવી’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
– નિષ્ફળતા મળવી
પ૯પ. ‘જડમુળથી ઉખેડી નાંખવુ’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
– સમૂળગો નાશ કરવો
પ૯૬. ‘જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે’ એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ?
– ખાલી ચણો વાગે ઘણો