ભાવનગરમાં છેલ્લા એક વર્ષમાં 14 હજાર કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું, 3 હજાર જેટલા જીએસટી નંબર રદ કરાયા

140

સૌથી વધુ બોગસ બિલિંગ કોપર, સ્ટીલ અને વેસ્ટ ઈન્ડસ્ટ્રીમાં થાય છે – જોઇન્ટ કમિશ્નર
ભાવનગરમાંથી છેલ્લા એક વર્ષમાં 14 હજાર કરોડનું બોગસ બિલિંગ ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં 13થી વધુ લોકોની બોગસ બિલિંગ પ્રકરણમાં અટકાયત કરવામાં આવી છે. બોગસ બિલિંગમાં ભાવનગર એ.પી. સેન્ટર બની ગયું છે. બોગસ બિલિંગના પગલે સ્ટેટ જીએસટી અને જીએસટી દ્વારા 3 હજાર જેટલા જીએસટી નંબર રદ કરાયા છે, તેમજ એક હજારથી વધુ જીએસટી નંબર ટ્રેસ કરી તેમને નોટિસ આપવામાં આવી છે. નોંધનીય છે કે ભાવનગરમાં સૌથી વધુ બોગસ બિલિંગ કોપર, સ્ટીલ અને વેસ્ટ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળ્યું છે.

ભાવનગરમાં બોગસ બિલિંગના હજારો કરોડના કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે જીએસટીના જોઇન્ટ કમિશ્નર એમ.એ કાવટકરે જણાવ્યું હતું કે તપાસ કરતા બદઈરાદાઓ સાથે જીએસટી નંબર લેવામાં આવ્યા હોય એવા એક વર્ષમાં 1000 હજાર કરતાં વધુ જીએસટી નંબર ટ્રેસ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રૂ. 14 હજાર કરોડ કરતાં પણ વધુનું બોગસ બિલિંગ ભાવનગરથી ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં 13 કરતાં વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ તપાસ શરૂ છે. આ દરમિયાન સ્ટેટ જીએસટી અને જીએસટી દ્વારા 3000 જેટલા નંબરો રદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભાવનગરમાં બોગસ બિલિંગમાં ભૂતકાળમાં કૌભાંડ બાબતે તપાસ દરમિયાન 32 જેટલા અધિકારી અને કર્મચારીની બદલી કરવામાં આવી હતી. આ સમયે જોઇન્ટ કમિશ્નરને બોગસ બિલિંગમાં ભાવનગર એ.પી સેન્ટર છે એમ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હવે Gstના નિયમો કડક કરવામાં આવ્યા છે અને હવે ભાવનગર એ.પી સેન્ટર નહીં રહે. ગરીબ લોકો અથવા અભણ લોકો પાસેથી બોગસ નંબરો લેવડાવીને તેનો દૂર ઉપયોગ કરાયો હતો. સૌથી વધુ બોગસ બિલિંગ સ્ટીલ, કોપર તથા વેસ્ટમાં થાય છે કારણ કે આપડે ત્યાં આવી બધી ઇન્ડસ્ટ્રીઝ વધારે છે.

Previous articleભાવનગરમાં ‘હાલો માનવીયુંને મેળે’ શિષર્ક અંતર્ગત લોકગીતનો કાર્યક્રમ યોજાયો
Next articleસાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે હનુમાનદાદાને આકડાના ફુલોનો દિવ્ય શણગાર, ફરસાણનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો