ફુલસર વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર

79

ડી-ડીવીઝન પોલીસે રૂપિયા ૨,૫૯,૨૦૦ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો
શહેરના ડી-ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમી આધારે શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં દરોડો પાડી બે લાખની કિંમત નો પરપ્રાંતિય શરાબનો જથ્થો ઝડપી લીધો હતો જયારે આરોપી નાસી છુટવામા સફળ રહ્યો હતો. સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે ચિત્રા વિસ્તારમાં મામાના ઓટલા પાછળ રહેતો ભરત લીંમ્બા ચાવડા ફુલસર વિસ્તારમાં આવેલ અંજલિ પાર્કના બંધ મકાનમાં પરપ્રાંતિય શરાબનો જથ્થો ઉતારી વેચાણ કરે છે જે હકીકત આધારે ટીમે અંજલિ પાર્ક ના રહેણાંકી મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડ ની ૨૧૬૦ બોટલ કિંમત રૂ.૨,૫૯,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી દરોડા દરમ્યાન નાસી છુટેલ બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Previous articleરામજીકી ઈચ્છા સે…૧૧૩ વર્ષની ઉંમરે પણ મદનમોહનદાસજી બાપુની ગૌસેવા યથાવત
Next articleવડાપ્રધાનના કાર્યક્રમમાં એસટીની ૧૧૭ બસ ફાળવી દેવાતા મુસાફરો રઝળ્યા