રેલવેએ જે ડબો લાગવાનો ન હતો તેનું બુકીંગ કરી નાખ્યું, ૪ કર્મીઓ સસ્પેન્ડ

103

ભાવ. કાકીનાડા ટ્રેનમાં ગંભીર છબરડા બાદ રેલવેએ ટીકીટ કેન્સલ કરાવવા યાત્રીઓને વિનવ્યા પરંતુ ડબ્બાની વ્યવસ્થા ધરાર કરી જ નહીં
ભાવનગરથી ચાલતી કાકીનાડા સાપ્તાહિક ટ્રેનમાં કોચમાં ફેરફાર થવા છતાં દુર્લક્ષય સેવી જે કોચ લાગવાનો ન હતો તે ડી થ્રી ડબ્બામાં ૯૦ ટીકીટનું એડવાન્સ બુકીંગ કરી નાખતાં છેલ્લી ઘડીએ યાત્રીઓ અટવાયા હતા. રેલવેએ આ ઘટનામાં રૂટ પરના અમદાવાદ, સુરત, પુના સહિતના દરેક સ્ટોપ પર એનાઉન્સ કરી આ ડબામાં બુક કરાવેલ દરેક યાત્રીઓને ટીકીટ રદ્દ કરાવી યાત્રા પોસ્પોન્ડ કરવા વિનંતી કરાઈ હતી. રેલવેની આ ગંભીર ભૂલના કારણે અનેક યાત્રીઓ અટવાઈ ગયા હતા. ભારે દેકારો બોલતા ભાવનગર સ્ટેશનમાં ત્રણ ક્લાર્ક અને એક ટીટીને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી બાવળા, સરખેજ અને વેરાવળ બદલી કરી નાખી છે. ગંભીર ઘટનાને રેલવેના બાબુઓએ દબાવી રાખી ! કાકીનાડા ટ્રેનમાં ૯૦ વધુ ટિકિટનું બુકીંગ કરી નાખતા યાત્રીઓ રઝળી પડ્યા હતા. આ મોટી ઘટના બની તેમાં કર્મી.ઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ પરંતુ પ્રેસ મીડિયા સુધી વિગતો ન પહોંચે તેની પૂરતી તકેદારી લેવાઈ હતી ! આજે જયારે સિનિયર ડીસીએમ માસુક અહેમદને આ અંગે પ્રશ્ન કરાયો ત્યારે આ બાબત ડિપાર્ટમેન્ટની હોવાનું જણાવી વાત ટાળવા પ્રયાસ કર્યો હતો. કર્મીઓએ ભૂલ કરી પરંતુ રેલવેએ કેમ ન સુધારી-અધિકારીઓ સામે પગલાં ભરો ભાવનગરથી ચાલતી કાકીનાડા એક્સપ્રેસ ટ્રેનમાં ઓવર બુકીંગ કરી કર્મીઓએ છબરડો વાળ્યો હતો. પરંતુ ડબો વધારવા રેલવેએ કાઈ ઉછીનો લેવા જવાનો ન હતો, એડવાન્સ બુકીંગ થઈ જતા યાત્રીઓ પણ પૂરતા પ્રમાણમાં હતા છતાં ડબો નહિ વધારી રેલવેએ યાત્રીઓને તો ખાઈમાં જ ધકેલ્યા હતા. પગલાં ભરાયાનું કહેવાય છે પરંતુ લોકોના ભાગે હાડમારી જ આવી, રેલવેના બાબુઓ આ ભૂલ સુધારવામાં નિષ્ફળ રહી અને મામલો રફેદફે કરવા વધુ રસ દાખવ્યો હતો. આથી જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે. ભૂલ નાના કર્મીઓની થઈ કે મોટા સાહેબે કરી ? તે પ્રશ્ન ગંભીર પ્રકારના છબરડામાં સિનિયર ડીસીએમએ પગલાં ભરી ચાર કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જોકે, રેલ વર્તુળોમાં ચર્ચા મુજબ સાચા જવાબદારો છટકી ગયા છે અથવા તો છાવરવામાં આવ્યા છે. છબરડામાં એસીએમ મેડમનો રોલ અને જવાબદારીની તપાસ થવી જોઈએ તેમજ કોમર્શિયલ વિભાગ સામે પણ તપાસ થાય તો સત્યતા બહાર આવે તેમ હોવાનું ચર્ચાય રહ્યું છે.

Previous articleવડાપ્રધાનના કાર્યક્રમમાં એસટીની ૧૧૭ બસ ફાળવી દેવાતા મુસાફરો રઝળ્યા
Next articleઆ વર્ષે ફૂલ ફલેન્જમાં યોજાશે ઢેબરાં તેરસનો મેળો, છ ગાઉ યાત્રા