ચોરી કરેલ મો.સા. સાથે બે ઇસમોને ઝડપી લઇ ૪ ઘરફોડ ચોરીઓનાં ભેદ શોધી કાઢતી ભાવનગર એલસીબી

75

ભાવનગર શહેરમાં મહુવા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી બે ઈસમો શંકાસ્પદ રીતે મોટરસાયકલ લઈ નીકળતા પૂછપરછ કરતા બંને ઈસમોએ ગોળ ગોળ જવાબ દેતા ઈ-ગુજકોકમાં મોટરસાઇકલ ની તપાસ કરતા બંને ઈસમો ચોરી કર્યું હોવાનું ખુલ્યું હતું, બંને ની વધુ પૂછપરછ કરતા બીજી અન્ય ચાર ઘરફોડ ચોરીની પણ કબૂલાત કરી હતી, મહુવા ઉમણીયાવદર નાંકે આવતાં ઉમણીયાવદર તરફથી એક નંબર પ્લેટ વગરનાં હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલમાં બે ઇસમો મહુવા તરફ આવતાં હતા બંને શંકાસ્પદ ઇસમોનાં મોટર સાયકલને રોકી રમેશ ઉર્ફે ભરત પરમાર તથા જયુ ઉર્ફે જયેશ વાઘેલા બંને ઇસમોનાં કબ્જામાં રહેલ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ હિરો સ્પ્લેન્ડર પ્રો કંપનીનુ આગળ પાછળ રજી નંબર વગરનું મોટર સાયકલ મળી આવી હતી, જે મોટર સાયકલ અંગે ઇ-ગુજકોપમાં વાહન માલિક અંગેની માહિતી સર્ચ કરતાં અન્ય કોઇ માલિક હોવાનું જણાય આવેલ, જેથી આ મો.સા. તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં મો.સા.કિ.રૂ.૧૫ હજાર તથા મોબાઈલ ૪ હજાર ગણી ઝડપી પાડ્યા હતા, આ બંને ઈસમોએ બીજી ચાર ઘરફોડ ચોરી કરી હતી, જેમાં પહેલી ચોરી એકાદ મહિના પહેલા તેઓ બંને કુંભણ ગામેથી એક કરીયાણાની દુકાન માંથી રોકડા રૂપીયા તથા ઉપરોકત રીયલ કંપનીનો મો.સા. તથા મોબાઇલની ચોરી કરી હતી, બીજી ચોરી આજથી અગિયારેક મહિના પહેલા બગદાણા પોલીસ સ્ટેશન હેઠળનાં મોણપર ગામે એક બંધ મકાનમાંથી ચોરી કરેલ, ત્રીજી ચોરી પંદરેક દિવસ પછી કુંભણ ગામેથી રામજી મંદિર તથા મેલડી માતાનાં મંદિરેથી ચોરી કરેલ તથા ચોથી ચોરી સાડા ચારેક મહિના પહેલાં ખુંટવડા પોલીસ સ્ટેશન હેઠળનાં મોટા આસરણા ગામેથી એક બંધ મકાન તથા એક માજીનાં કાનમાંથી વેડલા નંગ-૬ ની લુંટ કરેલ હોવાનું જણાવ્યું હતું,આ બને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બંનેને મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યા હતા, આમ, ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહુવા પોલીસ સ્ટેશન, બગદાણા પોલીસ સ્ટેશન તથા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓ શોધી કાઢવામાં મહત્વની સફળતા મળી હતી,

Previous articleભગવંત માને રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો
Next articleભાવનગરના સિહોર ખાતે ‘કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ’ અંગેની તાલીમ યોજાઈ