પાલિતાણામાં છ ગાવ યાત્રા દરમિયાન માનવ દર્દી એબ્યુલન્સ તેમજ એનિમલ એબ્યુલન્સ સેવા કાર્યરત રહશે

57

પવિત્ર યાત્રાધામ પાલિતાણા બે વર્ષ બાદ ફરી યોજનારા આગામી ફાગુણ સુદ તેરસના શ્રી શેત્રુંજય પર્વત તીર્થ ની તેમજ ફાગણ ફેરી છ ગાવ ની યાત્રા નું અનેરું ધાર્મિક મહત્વ છે, છ ગાવ યાત્રા દરમિયાન માનવ દર્દી એબ્યુલન્સ તેમજ એનિમલ એબ્યુલન્સ સેવા કાર્યરત રહશે, કોરોનાની કપરી પરિસ્થિતિમાં આ યાત્રા બે વર્ષ થી બંધ હતી ત્યારે આ વર્ષે પરિસ્થિતિ સુધરતા આ યાત્રાની મંજૂરી મળી છે ત્યારે આગામી તા.૧૬ માર્ચના રોજ યાજનારી આ ફાગણ સુદ તેરસ ની યાત્રા માટે ભારત ભરથી યાત્રિકો આવતા હોય છે, ત્યારે પાલિતાણામાં વર્ષોથી ધાર્મિક, સામાજિક તેમજ જીવદયા માટે કામ કરતા શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ દ્વારા માનવ દર્દી ઓ માટે એબ્યુલન્સ સેવા હેલ્પલાઇન ૭૮૭૮૧૫૪૧૫૫ તેમજ એનિમલ એબ્યુલન્સ હેલ્પલાઇન ૭૩૭૩૧૫૪૧૫૫ કાર્યરત છે ત્યારે આ વિશેષ દિવસે યાત્રિકો માટે આકસ્મિક જરૂરિયાત માટે સેવા મળી રહે એ માટે એ દિવસે હરતી ફરતી રહશે, તેમજ પશુઓ માટે ની એનિમલ એબ્યુલન્સ પણ આ મેળાના રૂટ ઉપર હરતી ફરતી રહશે આ સેવા માટે આપેલા હેલ્પલાઇન નંબર નોંધી લેવા માટે ભરતભાઇ રાઠોડ દ્વારા જણાવ્યું છે,.

Previous articleઓડિટોરિયમના મિનિહોલમાં પ્રોજેકટર ડબ્બો થઈ ગયું, મહાપાલિકાના ઇમેજના આઠ આના
Next articleભાવનગરમાં કેરોસીનમાં ૩ માસમાં લીટરે રૂા.૧૬નો વધારો