ભાવનગર બાર એસો., કિમિનલ બાર એસો.તથા એક્સીડન્ટ કલેઈમ્સ એસો.દ્વારા સન્માન અને અભિવાદન સમારંભ યોજાયો

220

ભાવનગર શહેરના ધોધાસકૅલ વિસ્તારમાં આવેલ છાપરુ હોલ ખાતે ભાવનગર બાર એસોસિયેશન, કિમિનલ બાર એસોસિયેશન તથા એક્સીડન્ટ કલેઈમ્સ બાર એસોસિયેશન દ્વારા ભાવનગરના વતની એડવોકેટ નિઝૅરભાઈ દેસાઈની ગુજરાત હાઇકોર્ટેનાં ન્યાયમૂર્તિ તરીકે વરણી થતાં તથા પુવૅ પ્રિન્સિપાલ ડીસ્ટીકટ જજ આર.કે.દેસાઈની ગુજરાત હાઇકોર્ટેમાં રજીસ્ટ્રાર જનરલ પદે નિમણૂક થતાં તથા ભાવનગર બાર એસો.ના વકીલઓની જુદાં જુદાં મહત્વના પદો ઉપર વરણી કરવામાં તેઓના સન્માન અને અભિવાદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાયૅક્મમાં ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ અને ભાવનગર જિલ્લાના એડમીનીસ્ટેટીવ જજ વિ.એમ.પંચોલી, ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણી, અમદાવાદ સીટી સિવિલ તથા અમદાવાદ ગ્રામ્ય, મોરબી ડિસ્ટીકટ, નવસારી ડીસ્ટીકટનાં જજઓ તથા ગુજરાત રાજ્યના ચેરીટી કમિશ્નર વાય.એમ.શુકલા તથા ભાવનગર જિલ્લાના તમામ જજઓ, ભાવનગરના તમામ એડવોકેટઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં કેરોસીનમાં ૩ માસમાં લીટરે રૂા.૧૬નો વધારો
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે એકપણ કેસ ન નોંધાતા રાહત, ૨ ડિસ્ચાર્જ