ત્રણ વિભાગમાં ૧૫૦થી વધુ ગાયકોએ ભાગ લીધો
ભાવનગર શહેરના વિદ્યાનગર પાસે આવેલી અંધ ઉધોગ શાળા ખાતે અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને કંકાવટી ગ્રુપ ભાવનગર દ્વારા ’હાલો માનવીયુંને મેળે’ શિષર્ક અંતર્ગત લોકગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. ’હાલો માનવીયુને મેળે’ લોકગીતની સ્પર્ધાનુ આયોજન અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને કંકાવટી ગૃપ દ્વારા આજરોજ શનિવારના રોજ અંઘ ઉધોગ શાળા, વિધાનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ૧૨થી ૮૦ વર્ષમાં ત્રણ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેહલા વિભાગમાં ૧૨થી ૨૫, બીજા વિભાગમાં ૨૬થી ૪૦ તથા ત્રીજા વિભાગમાં ૪૦થી ઉપર એમ ત્રણ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતું. બે સેશનના આયોજનમાં બરવાળા, ઢસા, શિહોર, ટાણા, મહુવા, તળાજા અને ભાવનગર શહેરના સહિત ૧૫૦ જેટલા લોકગાયકોએ ભાગ લીધો હતો, ત્રણેય વિભાગમાંથી વિજેતાઓ થશે તેઓનો વિનર્સ શો ૨૭ માર્ચના રોજ અંધ ઉધોગ શાળાના પટાંગણમાં યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લાભુભાઈ સોનાણી, રાજશ્રીબેન પરમાર, મુમતાજબેન શમા અને અમૂલ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.