RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૬રપ. નીચેનામાંથી શુદ્ધ વાકય શોધી કાઢો.
– દરેક વિદ્યાર્થીને શિક્ષા કરાઈ હતી
૬ર૬. ‘તળે ઉપર થવું’ રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો
– ખુબ જ ઉતાવળા બનવું
૬ર૭. ‘આટઆટલું’ શબ્દ કયા પ્રકારનો દ્વિરૂકત પ્રયોગ છે ?
– અમુક અંશના લોપવાળી દ્વિરૂકિત
૬ર૮. ‘ઉમળકો, આનંદ, ઈનામ, વ્યાખ્યા, પ્રકાશિત’ શબ્દનો શબ્દકોશના ક્રમમાં ગોઠવો
– આનંદ, ઈનામ, ઉમળકો, પ્રકાશિત, વ્યાખ્યાન
૬ર૯. આનંદની મસ્તીમાં આવી પંખી જોરથી બોલે તેને શું કહેવાય ?
– ગહેકવું
૬૩૦. મંદાક્રાન્તા છંદનું બંધારણ આપો
– મભનતતગાગા
૬૩૧. ‘બપોરે બારીઓ બંધ કરજે’ કયા પ્રકારનું આક્ષાર્થ વાકય છે ?
– ભવિષ્ય આજ્ઞાર્થ
૬૩ર. સમાસ ઓળખાવો : મોહાંધ
– તત્પુરૂષ
૬૩૩. ‘રીગડી કરવી’ રૂઢિપ્રયોગ અર્થ શું થાય ?
– હેરાન કરવું
૬૩૪. અનુષ્ટુપ છંદની પંકિત શોધીને લખો.
– ઈન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતાં
૬૩પ. ‘મૃદંગ’ શબ્દ અર્થ દર્શાવો.
– બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય
૬૩૬. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. ‘નરસિંહ’
– કર્મધરાય
૬૩૭. અલંકારનો પ્રકાર શોધો ‘મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઉંધો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.’
– વ્યાજસ્તુતિ
૬૩૮. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપો ‘દુઝણી ગાયની લાત પણ સારી’
– ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.
૬૩૯. નીચે આપેલ શબ્દનો સામાનાર્થી શબ્દ જણાવો.
– ‘ઉદધિ’ – અબ્ધિ
૬૪૦. નીચે આપેલ વાકયનો કર્મણિપ્રયોગ શોધો ‘પ્રમોદરાય ભીંત સામુ જોઈ રહ્યા’
– પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું
૬૪૧. નીચે આપેલ વાકયનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો – ‘છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું’
– છાયા ગંધર્વના પ્રેમમાં પડી
૬૪ર. નીચે આપેલ વાકયનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો ‘કુંવર રડી પડી’
– કુંવરથી રડી પડાયું
૬૪૩. નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો ‘તે ખાય છે’
– તેને ખવડાવે છે.
૬૪૪. રેખાંકિત પદના કૃદંતનો પ્રકાર શોધી જણાવો – ‘ક્રિશા લખતાં લખતાં ટીવી જુએ છે ’
– વર્તમાનકૃદંત
૬૪પ. નીચેનામાંથી કયું વાકય નિપાતવાળું છે ?
– ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો
૬૪૬. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો ‘ભાઠો’
– પથરો
૬૪૭. નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
– નીલકંઠ
૬૪૮. નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ? – સી અને ડી
૬૪૯. નીચે આપેલ શબ્દોનો સમાસ ઓળખાવો. ‘આબરૂ’
– તત્પુરૂષ