હતા
છાતી પરના પ્રહાર અપેક્ષિત હતા,
પીઠ પરના પ્રહાર અનપેક્ષિત હતા.
અમે સૂરજ,ચંદ્ર,પવનની કામના કરી,
સરકારી ચોપડે એ આરક્ષિત હતા.
રામ જાણે શું છે?જેને અક્ષત ગણ્યા,
એ તો સાલ્લા સાવ જ ખંડિત હતા
પહેલી નજરે પામર જણાયેલા હતા,
એ આદમી અઠંગ પ્રેમ પંડિત હતા.
જેને અતરંગ મિત્ર માની ભરોસો કર્યો,
હુમલાવરની સૂચિમાં સંમિલ્લિત હતા.
– ભરત વૈષ્ણવ