પ્રચંડ જીત બાદ અમૃતસરમાં આપનો પહેલો રોડ શો, કેજરીવાલ અને ભગવંત માનને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા

77

ચંડીગઢ,તા.૧૩
પંજાબમાં મનોનીત મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસર વિમાની મથક પર આજે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પાર્ટી નેતા મનીષ સિસોદિયાનું સ્વાગત કર્યું હતું પંજાબ ચુંટણીમાં ભારે જીત બાદ ભગવંત માન આજે અરવિંદ કેજરીવાલની સાથે અમૃતસરમાં રોડ શો કર્યો હતો આ પહેલા ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે શ્રી હરિમંદિર સાહિબ પહોંચ્યા હતાં જયાં માથા ટેંકયુ હતું ત્યારબાદ જલિયાવાલા બાગ શ્રી દુર્ગ્યાણા મંદિર પણ પહોંચ્યા હતાં. અમૃતસરથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા અને માન સામેલ થયા હતાં માર્ગ પર દેશક્તિના ગીતોની સાથે તેઓ પંજાબના લોકોનો આભાર માન્યો હતો.ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં જેમાં ધન્યવાદ પંજાબ લખવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં લોકો ભગવંત માન અને અરવિંદ કેજરીવાલને જોવા માટે પહોંચ્યા હતાં અને રોડ શો દરમિયાન હજારો લોકો જોડાયા હતાં લગભગ દોઢ કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો વિજય માર્ચમાં આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો જોડાયા હતાં. આપના કાર્યકરો દ્વારા કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના ઉપર ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
સમગ્ર માલ રોડ પર પગ મુકવાની જગ્યા રહી ન હતી. આપના કાર્યકરો હાથમાં તિરંગો અને આપના ઝંડો લઇ રોડ શોમાં જોડાયા હતાં અને મેરા રંગ સે બસંતી ચોલાના ગીત પર વંદેમારતમના સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. એ યાદ રહે કે શહીદ ભગતસિંહના પૈતૃક ગામ નવાંશહરના ખટકડ કલાંમાં ૧૬મી માર્ચે ભગવંત માન મુખ્યમંત્રી પદના સોગંદ લેનાર છે. તેમની સાથે તેમના મંત્રીમંડળના સભ્યો પણ સોગંદ લેશે શહીદ સ્મારકની પાછળ સાત એકર જમીનમાં આ આયોજન કરવામાં આવશે જો જરૂર પડશે તો વધુ જમીનનો ઉપયોગ પણ લેવામાં આવશે.આ રોડ શોમાં કેજરીવાલે પંજાબના મતદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આપની સરકાર નિષ્ઠાથી કામ કરશે ભ્રષ્ટ્રાચાર મુક્ત સરકાર રહેશે.તેમણે કહ્યું હતું કે આપ દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે તેને પાંચ વર્ષમાં પુરા કરવામાં આવશે પંજાબને નશા મુક્ત બનાવાશે જો કે આ રોડ શો પહેલા કોંગ્રેસે કેજરીવાલ પર મોટો હુમલો કર્યો છે. આ રોડ શોના આયોજનમાં ખર્ચ થઇ રહેલ પૈસાને લઇ દિલ્હી કોંગ્રેસના ધારાસભ્ય અલકા લાંબાએ નિશાન સાધ્યું છે તેમણે પંજાબના નવ નિયુકત મુખ્ય સચિવ દ્વારા જારી આદેશની કોપીની સ્ક્રીન શોર્ટ લેતા લખ્યું છે કે આપ તો રાજનીતિ બદલવા આવી હતી આપના દ્વારા જનતાના પૈસાની લુંટ શરૂ કરી ૧૫ લાખ રૂપિયા અરવિંદ કેજરીવાલના રોડ શો પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ૪૬ લાખ રૂપિયા જીલ્લામાં રોડ શો માટે સરકારી ખજાનાથી આપવાનો આદેશ થયો છે પંજાબ અને પંજાબીઓને પહેલા અભીનંદન ભગવંત માનના સોગંદ ગ્રહણ દરમિયાન સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સમારોહ સ્થળ પર વિશેષ ચોકી બનાવવામાં આવી છે છ હજાર પોલીસ જવાન તહેનાત કરવામાં આવશે આ ઉપરાંત સીઆઇડી અને અન્ય ગુપ્તચર એજન્સીઓની પુરી નજર સમારોહ પર રહેશે સોગંદગ્રહણ સમારોહનું આમંત્રણ ભગવંત માન પહેલા જ પંજાબના લોકોને મોકલી ચુકયા છે. વિપરિત પરિસ્થિતિઓમાં પાર્ટીને સાથ આપનારા નેતાઓને પાર્ટી કેબિનેટમાં જગ્યા આપી તેમની વફાદારીનું ઇનામ આપવામાં આવશે કેબિનેટમાં જે સંભવિત ઉમેદવારોને સામેલ કરી શકાય છે તેમાં અમન અરોડો હરપાલ ચીમા કુલતાર સિંહ સંધવા હરજોત બેંસ અને બલજિંદર કૌરના નામ મુખ્ય છે. આમ આદમી પાર્ટી હાઈકમાન્ડ કુંવર વિજય પ્રતાપને ગૃહ મંત્રાલય આપવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે પાર્ટીના કેટલાક ધારાસભ્યો ઈચ્છી રહ્યા છે કે હરપાલ સિંહ ચીમા અને અમન અરોરામાંથી કોઈ એકને ગૃહમંત્રી બનાવવામાં આવે. માન સરકાર જે રીતે કામ કરી રહી છે તેનાથી અધિકારીઓમાં ગભરાટ ફેલાયો છે. કારણ કે જે રીતે આમ આદમી પાર્ટીને જનસમર્થન મળ્યું છે તે રીતે હવે પાર્ટીનો પ્રયાસ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો છે. આ માટે પાર્ટી ઝડપથી કામ કરશે. કારણ કે પંજાબની નોકરશાહી એક જ પેટર્ન પર કામ કરી રહી હતી. હવે તેઓએ પણ કામ કરવાની રીત બદલવી પડશે. આ કારણે નોકરિયાત નવી પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નામાંકિત મુખ્યમંત્રી ભગવંત માન એક્શનમાં આવ્યા છે. તેઓ રાજ્યપાલને મળ્યા હતા અને ત્યાર બાદ એક મોટો નિર્ણય લેતા પંજાબના ૧૨૨ પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને વિવિધ નેતાઓને એક જ ઝાટકે પોલીસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આ અંગે સરકાર દ્વારા પત્ર જારી કરવામાં આવ્યો છે. કારણ કે તમે વીઆઇપી કલ્ચરના વિરોધી છો. પોલીસ પ્રોટેક્શન લઈને આ નેતા સામાન્ય જનતામાં પોતાને ખાસ બતાવી રહ્યા હતા. આથી આ સંરક્ષણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. એ યાદ રહે કે પંજાબ વિધાનસભા ચુંટણીમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ જનાદેશ આપ્યો છે.પાર્ટીએ ૧૧૭માં ૯૨ બેઠકો પર જીત હાંસલ થઇ છે કોંગ્રેસને ૧૮ બેઠકો મળી છે શિઅદ બસપા ગઠબંધનને ચાર અને ભાજપને બે બેઠકો મળી છે. જયારે સુલ્તાનપુર લોધીથી એક અપક્ષ ઉમેદવાર ચુંટાઇ આવ્યા છે.

Previous articleયુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ પોલેન્ડ શિફ્ટ કરાશે
Next articleકોરોનાના અંત, પરિણામ, અસર ઉપર ચર્ચા કરી રહ્યું છે WHO