બંદોબસ્તમાં જતી વખતે ચીખલી નજીકના આલીપુર ખાતે આવેલ બ્રિજ ઉપર આકસ્માત સર્જાતા ઘટના બની..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના હડમતાળા ગામના અને વલસાડ જીલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિલેશભાઈ ઘનશ્યામભાઈ ડાભી તારીખ-૧૧-૩-૨૦૨૨ ના રોજ ઉમરગામ થી વ્યારા તાપી જીલ્લાના બાજીપુરા ખાતે બંદોબસ્ત માં આવતા ચીખલી નજીકના આલીપુર ખાતે આવેલ બ્રિજ ઉપર આકસ્માત થતા તેઓને પ્રાથમિક સારવાર આલીપોર હોસ્પિટલમાં લઈ વધુ સારવાર માટે તાત્કાલિક સુરતમાં મહાવીર હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યા સારવાર દરમ્યાન પોલીસ કર્મી નિલેશભાઈ ડાભી નું અવસાન થતા
તેઓની અંતિમવિધિ માટે પોતાના વતન રાણપુર તાલુકાના હડમતાળા ગામે લાવતા નાનુ એવુ હડમતાળા ગામ હિબકે ચડ્યુ હતુ.જ્યારે પોલીસ દ્વારા નિલેશભાઈ ધનશ્યામભાઈ ડાભી ને અતિમવિધિ સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ.અંતિમવિધિ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.નિલેશભાઈ ડાભી નું અકસ્માત માં મોત થતા ઉમરગામ પોલીસ સ્ટાફ સહીત ગુજરાત પોલીસ માં શોકનું મોજુ ફળી વળ્યુ હતુ.તેમજ હડમતાળા ગામ સહીત રાણપુર પંથકમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર