ગઢડામાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કવોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરાયુ,

111

૬ દુકાનદારો ને ૩૫.૭૦૦ નો દંડ ફટકાર્યો
સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટર બિજલ શાહ તેમજ જીલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.રંગૂનવાલાના માર્ગદર્શન અને એપીડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.આર.ચૌહાણના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા આજરોજ તા.૧૪/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ કલાકથી ગઢડામાં શહેરી વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ ૧૭ જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૬ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૩૫,૭૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ હતો.જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુ નું વેચાણ એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫% ભાગમાં “તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ અને ઇ-સિગારેટ પ્રતિબંધ જેવી બાબતો આવરી લેવામાં આવી હતી. આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ વર્મા,નાયબ મામલતદાર કેતનભાઈ જેબલિયા નગરપાલિકા ગઢડાના પ્રો.ટેકસ.ઇન્સ્પેક્ટર ખાચર યુવરાજસિંહ.પી.,પોલીસ વિભાગના પી.એસ.આઈ. આર.બી. કરમટીયા અને પો. કોન્સ્ટેબલ એન.જી. ગળથરા,સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસ.ટી) વિભાગના ડેપો મેનેજર પ્રશાંત.એમ.પટેલ, ડી.પી.એ. દિપેશભાઇ વ્યાસ ,તાલુકા ફાઇનાન્સ ઓફિસર કલ્પેશભાઈ સાંકળિયા, નરેશભાઈ એમ.મૈત્રા વગેરે દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleસ્ટુડન્ટ પોલીસ કેડેટનો એક દિવસીય વાર્ષિક કેમ્પમા ૨૪૦થી વધુ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ એ ઉત્સાહભેર ભાગ લીધો.
Next articleલોયાધામ સ્વામિનારાયણ મંદીર ખાતે હરીજયંતી સભા તથા ભગવાનને ધાન્ય અન્નકૂટ ધરાવાયો