ભાવનગર રેલવે મંડળના કર્મચારીઓએ ટ્રેનમાં મુસાફરોનો ખોવાયેલો કિંમતી સામાન પરત કર્યો

71

છેલ્લા ૧૫ દિવસમાં જુદી-જુદી ત્રણ જગ્યાએ સામાન ભુલાઈ જવાના બનાવો બન્યાં : ત્રણેય મુસાફરોને સામાન પરત મળી જતા રેલવે મંડળનો આભાર માન્યો
ભાવનગર મંડળનો સમર્પિત સ્ટાફ આપણા આદરણીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ રહે છે. આ ક્રમમાં, ૧૩ માર્ચ, ૨૦૨૨ ના રોજ, યાત્રી યોગેશ કુમાર પુરુષોત્તમ બી. પરમારે રાજકોટથી વીરપુર જઈ રહેલા ટ્રેનમાંથી ઉતરતી વખતે ૧૯૫૭૧ નંબરની ટ્રેનમાં બેગ ગુમાવી દીધી હતી. પેસેન્જરે વીરપુર સ્ટેશનના બુકિંગ ક્લાર્ક સુખદેવ બી. ગોરીને જાણ કરયા. બેગ ટ્રેનમાં રહી જવાની જાણ થતાં તરત જ બુકિંગ ક્લાર્કે તપાશ કરી કિ ટ્રેન ક્યાંથી પસાર થઈ રહી છે. તે સમયે ટ્રેન ભાયાવદર પહોંચવાની હતી, જેથી તેમણે ત્યાંના સ્ટેશન માસ્તર એમ.પી.પીઠડિયાને બેગ ટ્રેનમાં રહી જવા અંગે જાણ કરી હતી. જે બાદ ભાયાવદર સ્ટેશન માસ્તરે મુસાફરની બેગ ભાયાવદર સ્ટેશન પર ઉતારી હતી અને ટ્રેન નંબર ૧૯૫૭૨માં ગાર્ડ મારફત વીરપુર સ્ટેશન માસ્તરને મોકલી હતી. બેગમાં મુસાફરની કિંમતી ચીજવસ્તુઓ હાજર હતી, જેમ કે સોનાની વીંટી વગેરે. ઓન ડ્યુટી સ્ટેશન માસ્તર વીરપુર એસ. કે. મંડલે યાત્રી ને બેગ સલામત રીતે સોંપી. પેસેન્જરે બેગ સુરક્ષિત રીતે મેળવવા બદલ રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. આવી જ બીજી ઘટનામાં, ૯ માર્ચ, ૨૦૨૨ના રોજ, નૂતનબેન નામની મહિલા મુસાફરનો આઈફોન, જેની કિંમત અંદાજે ૫૦,૦૦૦/- છે, તે ટ્રેન નંબર ૧૨૯૭૧માં ઉતરતી વખતે ખોવાઈ ગયો હતો. તે ફોન અન્ય મુસાફર ને મળયો હતો જેને ગાર્ડ જે. જે. રાવલને સોંપવામાં આવ્યો હતો. તે ફોન દ્વારા પેસેન્જર અને ગાર્ડ વચ્ચે ફોન ખોવાઈ જવા અંગે વાતચીત થઈ હતી. મુસાફરની સગવડતા મુજબ ગાર્ડે સોનગઢ સ્ટેશન પર સ્ટેશન માસ્તરને ફોન આપ્યો હતો. મહિલા મુસાફરની પરત ફરતી વખતે, ઓન ડ્યુટી સ્ટેશન માસ્તર નિલેશ બારૈયા દ્વારા પેસેન્જરને સુરક્ષિત રીતે તેનો ફોન પરત કરવામાં આવ્યો હતો. આવી જ રિતે હાલમાં ત્રિજી ઘટના ૦૩ માર્ચ, ૨૦૨૨ના રોજ સોનગઢ સ્ટેશન પર બની હતી, જેમાં રિઝર્વેશન માટે આવેલા મુસાફરોએ તેમની જમીનના અસલ દસ્તાવેજો બુકિંગ કાઉન્ટર પર છોડી દીધા હતા. બાદમાં જ્યારે તેને યાદ આવ્યું ત્યારે તે સ્ટેશન પર આવ્યો. તેમની પૂછપરછ કર્યા પછી, ચકાસણી પછી, કાગળો તેમને પરત કરવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન, મનોજ ગોયલે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યે સમર્પણની પ્રશંસા કરી છે.

Previous articleપાલીતાણા ખાતે ઢેબરા તેરસ-ફાગણ સુદ ૧૩ની યાત્રાની તૈયારીઓ પૂર્ણ
Next articleરમતોત્સવ અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર-ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો