રમતોત્સવ અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર-ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

80

ભાવનગર,તા.૧૪
આજરોજ વીર સાવરકર પ્રાથમિક શાળા નંબર – ૮ માં ક્લસ્ટર કક્ષાએ અને શહેર કક્ષાએ રમતોત્સવમાં તેમજ કલા ઉત્સવ અને ચિન્મય ગીતા શ્લોક ગાન સ્પર્ધા માં જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.પ્રાર્થના બાદ દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે કર્યુ ત્યારબાદ? શાળાની બાળાઓ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ ?વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને પ્રેરણાદાયી વાતો કરી બાળકોને બિરદાવ્યા હતા. શાળાના શિક્ષિકા ભાવનાબેન સોલંકીના માર્ગદર્શન નીચે શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર ના ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહ જેઠવા, તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો સંજયભાઈ બારૈયા,નીતિનભાઈ વેગડ, હરેશભાઈ વઘાસિયા અને જાગૃતીબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.પ્રજ્ઞા શિક્ષકો ભાવનાબેન સોલંકી અને રમેશભાઈ ઢાપા દ્વારા કોરોના સમયમાં મળેલ સમયનો સદુપયોગ કરી લગભગ ૭૦ જેટલા ્‌ન્સ્ બનાવ્યા હતા તે જોઈને ડે.ચેરમેન અને સમિતિના સભ્યોએ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.રમતોત્સવમા? જુદી જુદી રમતો અને કાર્યક્રમની ફોટોગ્રાફી કરવા બદલ શાળાના શિક્ષક રામજીભાઈ ભાલિયાને ફોટો આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૌલિકભાઈએ ખૂબ સરસ રીતે કર્યું હતું.

Previous articleભાવનગર રેલવે મંડળના કર્મચારીઓએ ટ્રેનમાં મુસાફરોનો ખોવાયેલો કિંમતી સામાન પરત કર્યો
Next articleભાવનગરમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ પહોંચ્યો