લીમખેડા હડપ નદી ના કિનારે હસ્તે શ્વર મહાદેવ મંદિરે આમલી અગિયારસ નો જબરદસ્ત મેળો ભરાયો હતો ગત વર્ષે કોરોના ની મહામારી જેવી ગંભીર બીમારી સમગ્ર રાજ્યમાં તારે વકરી હતી જેથી વહીવટી તંત્ર દ્વારા અગિયારસ ના મેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે કોરોના ઓછો થતાં મેળાઓ ઉપર છૂટછાટ રાખવામાં આવી હતી વહેલી સવારથી જ હસ્તે શ્વર મહાદેવ મંદિરે નવ યુવાનો તથા યુવતીઓ નવ દંપતીઓ શિવજીના દર્શન માટે આવવા લાગ્યા હતા લગ્ન વાંચક યુવાનો-યુવતીઓ પોતાના મનગમતા મણીગાર ને પામવાની માનતા બધા લઇ રહ્યા હતા જ્યારે નવયુવાન દંપતીઓ ગત વર્ષે લીધેલી બાધા-માનતા પાંચ જાતના ધાન હાથમાં રાખી જલધારા સાથે શિવ મંદિરની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા ત્યારબાદ મોટા હાથીધરા મેદાનમાં ભરાયેલા મેળામાં ચકડોળ ઝુલાવો આનંદ પ્રમોદની રમતો નો લાભ લઇ આનંદ માણવા લાગ્યા હતા મેળામાં આવનારા મહત્તમ લોકોએ શેરડી ની ખરીદી કરતા વેપારીઓને તડાકો જોવા મળ્યો હતો. દિવસ ભર ચાલેલા મેળામાં હજારોની સંખ્યામાં મેળા રસિકો ઊમટતા લીમખેડા નગર મા હકડેઠઠ ભીંડ ના દ્રશ્યો જોવા મળ્યા હતા કોઈ અનિચ્છનીય ઘટના ન બંને તે માટે લીમખેડા પી.આઈ એમ.જી ડામોર ડીવાયએસપી દેવધા એ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.