“ગિરધરભાઇ. ઇમોજી શું છે?” રાજુ રદી કાયમ સવાલની ગન લોડેડ રાખે છે.ધુળેટીની પિચકારીની જેમ સવાલ છોડે રાખે છે.
“ રાજુ. ઇમોજી પ્રત્યાયવની રીત છે.” મેં જવાબ આપ્યો.
“શું શું?” રાજુ રદીના નાના મગજમાં પ્રત્યાયન જેવો ભારેખમ પાંડિત્ય શૈલીનો શબ્દ પ્રવેશ કરવામાં અસફળ રહ્યો.
“રાજુ. ગુજરાતીમાં કોમ્યુનિકેશન . સંદેશા ,ભાવ, આવેગો, સંકલ્પના, વિભાવના અભિવ્યકત કરવાનું માધ્યમ છે, જેમાં શબ્દોને બદલે ચિત્રો- પ્રતીકો વપરાય છે” મેં રાજુને કહ્યું.રાજુએ ભૂવાની જેમ માથું ધુણાવ્યું.
“ ગિરઘરભાઇ. મા કસમ કાંઇ સમજાયું હોય તો. તમે સાક્ષર ગૌવર્ધનરામ ત્રિપાઠી કે બ. ક. ઠાકોર જેવું દુર્ગમ અને દુરાધ્ય ગુજરાતી ગદ્ય બોલો છો! મહાત્મા ગાંધીજીએ કહેલું કે ભાષા કોશિયાને સમજાય તેવી હોવી જોઇએ. પાઠય પુસ્તક નહીં ગાઇડ ( ધણા લોકો ગાઇડને ગ્રાઉડ કંઇ મૂડી પર કહેતા હશે? જવાબ ખબર હોય તો મોકલજો) હોવી જોઇએ.
“રાજુ. કોમ્યુનિકેશન માત્ર બોલાયેલા અથવા સારી રીતે લખેલા શબ્દો વિશે નથી, કારણ કે બિન-મૌખિક રીતે પણ વાતચીત કરી શરાય છે ,એટલે કે, ભાષાનો ઉપયોગ કર્યા વિના પણ કોમ્યુનિકેશન શક્ય આપણા ચહેરાના હાવભાવ, આપણા હાવભાવ, આપણી શારીરિક ભાષા અને અવાજના સ્વર દ્વારા સંદેશા વ્યક્ત કરીએ છીએ. કોમ્યુનિકેશન વધુને વધુ ડિજિટલ થઈ રહ્યું છે. તમે ઈ-મેઈલ લખો કે ચેટ કરો કે WhatsApp, Fb, Instagram અથવા Snapchat કરો.વાસ્તવિક જીવનમાં આપણે જે શબ્દોમાં અથવા બિન-મૌખિક રીતે વ્યક્ત કરી શકીએ છીએ તે ઇમોજીસ અને ટૂંકા લખાણો દ્વારા બદલવામાં આવે છે. આ ટેક્સ્ટમાં લાગણી ઉમેરે છે અને ગેરસમજને અટકાવી શકે છે. મોટાભાગના લોકો કહે છે કે તેઓ કરી શકે છે શબ્દો કરતાં ઇમોજીસ દ્વારા લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકાય છે.” મેં રાજુને સરળ શૈલીમાં જણાવ્યું.
“ ગિરધરભાઇ. ઇમોજી શબ્દ જાપાની છે. જેનો અર્થ જાપાનીઝમાં છબી અને (??), જેનો અર્થ અક્ષર થાય છે. એટલે કે, તે પ્રતીકો છે જે સંપૂર્ણ વિચાર, શબ્દ અથવા વાક્યનું પ્રતિનિધિત્વ કરે છે.
આજે તેઓ લેખનનો ભાગ છે અને હજુ પણ નવી ભાષા ગણાય છે. ઉદાહરણ તરીકે, ઓક્સફોર્ડ ડિક્શનરી દ્વારા પસંદ કરાયેલ વર્ષ બે હજાર શબ્દ પસંદ કરાયેલ છે.ઇમોજીનો ઇતિહાસ કોન ઇમોટિકોન્સ / ઇમોટિકોન્સ. જ્યારે ઇમોજીસ સ્વતંત્ર અક્ષરો છે, ત્યારે ઇમોટિકોન્સ એ ઇમોટિકોન્સ અથવા કીબોર્ડ અક્ષરો વડે બનેલા પ્રતીકો છે, જેમ કે ?. પ્રથમ ઇમોજી ૧૯૯૯ માં જાપાનના મોબાઇલ ઓપરેટર, એનટીટી ડોકોમો પર કાર્યરત ઇજનેર શિગતાકા કુરિતા દ્વારા બનાવવામાં આવી હતી. તેમણે જાપાની મોબાઇલ ફોન ઓપરેટર એનટીટી ડોકોમોની ઇન્ટિગ્રેટેડ મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ “આઇ-મોડ” ના પ્રકાશન માટે ૧૭૬ ઇમોજીસ બનાવ્યા, જેની શરૂઆત ફેબ્રુઆરી ૧૯૯૯ માં થઈ. અભિવ્યક્ત પરંતુ ટૂંકી રીતે. યાહુ મેસેંજરમાં, સૌથી જૂની ’મુખ્ય પ્રવાહ’ ઇમોજીનો ઉપયોગ થતો હતો. ૨૦૧૦ માં, યુનિકોડ ઇમોજી દ્વારા આખરે પ્રમાણિત કરાયું. તે ગૂગલ, માઇક્રોસ .ફ્ટ, ફેસબુક અને ટિ્વટર જેવા બ્રાંડ્સ ઇમોજીના પોતાના વર્ઝન બનાવવાનું શરૂ કરી શકે છે જે સંદેશા બીજીoperating પરેટિંગ સિસ્ટમમાંથી મોકલવામાં આવે તો પણ દેખાશે. ચાલો તમને જણાવી દઈએ કે યુનિકોડ ૬.૦ એ ઇમોજીનું સૌથી મોટું પ્રકાશન છે, જેમાં લાગણીઓ જેવા ૯૯૪ અક્ષરોનો સમાવેશ છે.”રાજુએ ઇમોજીનો ઇતિહાસ કહ્યો . “ રાજુ.દર વરસે ૧૭ મી જુલાઈએ ઇમોજી દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસે વિશ્વની સૌથી મોટી ઇમોજી વેબ સ્ટોર ઇમોજીપીડિયાની સ્થાપનાર્ ખ્તિ”તેના જેરેમી બર્ગ સ્થાપના કરેલ હતી.કુલ ૩,૫૨૧ ઇમોજીસનો ઉપયોગ કરવામાં આવે છે.
દરરોજ, સમગ્ર વિશ્વમાં ચેટ કરતી વખતે ૫ અબજ કરતા વધુ ઇમોજીઝનો ઉપયોગ થાય છે.” માત્ર કહ્યું.
“ ગિરધરભાઇ. લડકા ઔર લડકી લોગ-યુવાન હૈયા લાગણીને વ્યક્ત કરવા પાણીની જેમ હાર્ટના ઇમોજીનો ઉપયોગ કરે છે. સોરી , પાણી નહીં મિનરલ વોટર જેમ હાર્ટ ઇમોજીનો ઉપયોગ કરે છે. આધેડે પણ આડેધડ હાર્ટના ઇમોજીનો ઉપયોગ કરે છે. કોઇ વાંધા વચકા કાઢતો નથી. ક્યારેક છોકરી મનમાં લડ્ડું ફૂટે પણ વિરોધ પક્ષની જેમ વિરોધ કરવા ખાતર વિરોધ કરે તેમ છોકરી નકલી ગુસ્સો કરતું ઇમોજી પોસ્ટ કરી દે!!” રાજુએ કહ્યું.
“ રાજુ. સાઉદી અરેબિયામાં વોટ્સએપ પર ઉપયોગમાં લેવાતા લાલ દીલના ઇમોજીને લઇને વિવાદ સર્જાયો છે. આ દેશમાં જો કોઇ લાલ રંગના હાર્ટ વાળા ઇમોજીને મોકલશે તો તેને ૨૦ લાખ રૂપિયાનો દંડ થાય તેવા નિયમો જાહેર કરાયા છે. આમાં એક ઇમોજી મોકલવા , એકથી વધુ ઇમોજી મોકલવા માટે દંડની રકમ વધશે તેનો ઉલ્લેખ નથી.જ્યારે ,આ ઇમોજી પ્રાપ્ત કરનારી વ્યક્તિ પોલીસ સમક્ષ ફરિયાદ કરે. સાઉદી અરેબિયાના એક સાયબર એક્સપર્ટે મીડિયાને જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના કાયદા મુજબ લાલ રંગનું હાર્ટ મોકલવા બદલ પોલીસ સમક્ષ ફરિયાદ થઇ શકે છે સાઉદી અરેબિયામાં આ પ્રકારના લાલ રંગના ઇમોજી મોકવા એક પ્રકારનું ઉત્પિડન માનવામાં આવે છે. ઓનલાઇન ચેટિંગ દરમિયાન જો કોઇ વ્યક્તિને એમ લાગતુ હોય તો તેને તસવીરો અને આ રીતે લાલ હાર્ટ મોકલવાથી સામેની વ્યક્તિ તેને પરેશાન કરી રહી છે તો તેવામાં મોકલનાર વ્યક્તિ સામે ઉત્પિડનનો કેસ થઇ શકે છે. સાઉદી અરેબિયામાં આ પ્રકારના મહિલાઓ સાથે થતા ઉત્પિડનને લઇને ઝીરો ટોલરંસ નીતિ છે. રેડ હાર્ટ ઇમોજી મોકલવી એ જાતીય સતામણી જેવો ગુનો છે. સાઉદીમાં રેડ હાર્ટ ઇમોજી મોકલવાને હેરાન કરતા કાયદા હેઠળ રાખવામાં આવ્યા છે. “મેં રાજુને કહ્યું.
આ સાંભળી રાજુને સાઉદીની મહેતરમાને વેલેન્ટાઇન ડે પર રેડ હાર્ટનું ઇમોજી મોકલેલ હતું. એ ફરિયાદ કરશે તેની બીકથી રાજુના છક્કા છૂટી ગયા!!
-ભરત વૈષ્ણવ