શેઠ ટી બી જૈન ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ગ્રાહક જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કર્યું

117

ગ્રાહક સુરક્ષા મંડળના નેતૃત્વ હેઠળ શાળાના વિદ્યાર્થીનીઓએ ખાસ ઉજવણી કરી
વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ તેમજ શેઠ ટી બી જૈન ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીનીઓ દ્વારા શહેરની મુખ્ય બજારમાં આવેલી દુકાનો તથા જાહેર માર્ગો પર ગ્રાહક જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૫ મી માર્ચ “વિશ્વ ગ્રાહક દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જે ધ્યાને લઈ ચાલુ વર્ષે ૧૧/૦૩/૨૨ થી ૧૭/૦૩/૨૨ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવાની ભારત સરકારની સૂચના ના અનુસંધાને ગ્રાહકોની જાગૃતિ સંદર્ભે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સંચાલિત વિદ્યાર્થી કનઝ્‌યુમર ક્લબ – શેઠ ટી બી જૈન ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીનીઓ દ્વારા આજરોજ શહેરની મેઈન બજાર-પિરછલ્લા શેરી- હાઇકોર્ટ રોડની દુકાનો તથા જાહેર માર્ગો પર ગ્રાહક જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળના નેતૃત્વ હેઠળ શાળાના વિદ્યાર્થીનીઓને સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ગ્રાહક સુરક્ષા મંડળના નેતૃત્વ હેઠળ શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાની ધોરણ ૯ તથા ઘોરણ ૧૦ની વિદ્યાર્થીનીઓ, શાળાનાં શિક્ષક સમીર વ્યાસ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળના ઉપપ્રમુખ પ્રકાશ બોસમિયા, કાર્યાલય મંત્રી રમેશ વ્યાસ, અલ્પેશભાઈ દ્વારા પત્રિકા વિતરણની કામગીરીમાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા સુપરવાઈઝર રાજેશ દેસાઈ તેમજ આચાર્ય સુખદા મિશ્રા, શિક્ષકગણો તથા વિદ્યાર્થીનીઓ જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત
Next articleસગીરાને બે દિવસ ગોંધી રાખી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું !