સગીરાને બે દિવસ ગોંધી રાખી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું !

79

ભાઈને મારી નાખવાની ધમકી આપી યુવકે સગીરાને વાડીમાં ગોધી રાખેલીઃ રાણપુર તાલુકાના કિનારા ગામના બનાવની ફરિયાદ નોધાવાઇ
રાણપુર તાલુકાના કિનારા ગામની ૧૫ વર્ષીય સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી ૨૩ વર્ષીય નરાધમ યુવકે સગીરાને વાડીમાં બે દિવસ સુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના કિનારા ગામની ૧૫ વર્ષીય સગીરાને ગત તા.૧૧ના રોજ સવારે ૧૧ કલાકે કિનારા ગામના કોળી હિમ્મત સામજી ડાભી જાતે. નામના યુવકે ફોન કરીને ઘરે બોલાવી હતી સગીરા યુવકના ઘરે પહોચે તે પહેલા આ યુવકે ફરીથી સગીરાને ફોન કરીને કનારા ગામે આવેલી વાડીએ આવાનું કહેતા સગીરા વાડીએ ગઈ હતી ત્યાં આ નરાધમ યુવકે સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બે દિવસ સુધી સગીરાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તા.૧૨નાં રોજ સાંજે ૫ કલાકે સગીરાને વાડીએથી ભાગવાનો મોકો મળતા સગીરા ભાગીને તેના ઘરે આવીને સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવતા સગીરાનાં પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં તા.૧૪નાં રોજ હિમ્મત સામજી ડાભી ઉ.વ.૨૩ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા રાણપુર પોલીસે પોસ્કોનો ગુન્હો નોંધી વધુ તપાસ બોટાદ સીપીઆઈ એસ.બી.ચૌધરી ચલાવી રહ્યા છે. જ્યારે સગીરાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો
કિનારા ગામની સગીરાને વાડીમાં બે દિવસ સુધી ગોધી રાખી વારંવાર બળાત્કાર કરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા એલસીબી, એસઓજી, તથા સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ આરોપી હિંમત શામજી ડાભીને મોડી રાત્રે બોટાદના ભદ્રાવડી ગામેથી ઝડપી લીધો હતો.અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleશેઠ ટી બી જૈન ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ગ્રાહક જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કર્યું
Next articleયુવા વર્ગને નોકરીની લાલચ આપી ઠગાઇ આચરતી ગેંગ ઝબ્બે, પોલીસનું ઓપરેશન