રશ્મિકા મંદાના મેગેઝીનના કવર પર લાગી રહી છે ગ્લેમરસ

114

મુંબઇ, તા.૧૫
અભિનેત્રી રશ્મિકા મંદાના તેની સુંદરતા અને જબરજસ્ત અભિનય માટે જાણીતી છે. તેના અભિનય માટે તેને ઘણી પ્રશંસા મળે છે અને લોકો અલગ અલગ રોલમાં તેને જોવાનુ પસંદ પણ કરે છે. રશ્મિકા મંદાનાનો દરેક લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ રહે છે. એક્ટ્રેસ પણ અવારનવાર પોતાના ફોટોઝ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી જ રહે છે. રશ્મિકાના ફેન્સ પણ તેના દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ અભિનેત્રી રશ્મિકાની ફેન ફોલોઈંગ અનેક ગણી વધી ગઈ છે. કહી શકાય કે આ ફિલ્મ તેના કરિયર માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે. તે લોકો વચ્ચે તો લોકપ્રિય થઈ જ છે સાથે જ આ ફિલ્મ પછી એકેટ્રસમાં ઘણા બધા ચેન્જીસ પણ આવ્યા છે. રશ્મિકા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને તેની અસર તેના લુક પર પણ જોવા મળે છે. રશ્મિકા પોતાના કિલર લુક અને લેટેસ્ટ ફોટોઝથી સોશિયલ મિડીયા પર કહેર મચાવે છે. તાજેતરમાં રશ્મિકા મંદાનાએ એક લીડિંગ મેગેઝિન હેલો ઈન્ડિયા ના કવર માટે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર, ગ્લેમરસ અને બ્રેધ ટેકિંગ લાગી રહી છે. આ ફોટોઝને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યાં છે. મેગેઝિન દ્વારા તેના ઓફિશિય સોશિયલ મિડીયા અકાઉન્ટ પર આ ફોટોશૂટની તસ્વીરો શેર કરી હતી. આ ફોટોઝના ટેગ લાઈનમાં Ravishing Rashmika Rearing to reign in Bollywood લખવામાં આવ્યું છે. લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાન્ના દરેક પોઝમાં મેસ્મરાઈઝિંગ લાગી રહી છે. રશ્મિકા આ ફોટોઝમાં ઓલિવ ગ્રીન કલરના આઉટફીટમાં દેખાઈ રહી છે. રશ્મિકાએ ગ્લેમ મેક અપ લૂક સાથે મિનીમલ એક્સેસરીઝ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. રશ્મિકાના આ લૂકને જોઈને તેના ફેન્સ તેના ચાર્મ સાથે ફરી એકવાર મંત્ર મુગ્ધ થઈ ગયા છે. વર્ક ફ્રન્ટ પર હવે રશ્મિકાને ’બોલિવૂડમાં નેક્સ્ટ બિગ થિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. આગામી સમયમાં રશ્મિકા ’મિશન મંજુ’ જેવી કેટલીક મોટી રિલીઝમાં નજરે પડશે. આ ફિલ્મમાં તેની અપોઝિટ સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. આ સાથે જ ફિલ્મ ’ગુડબાય’માં તે અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે.

Previous article૩૮ ડિગ્રીએ ગરમી યથાવત રાત્રીનું તાપમાન પણ વધ્યું
Next articleહાર્દિક પંડ્યા માટે ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ છે, આઇપીએલમાંથી બહાર થઇ શકે છે