હિજાબ ઈસ્લામનો ભાગ નથી : કર્ણાટક હાઈકોર્ટ

54

હિજાબ વિવાદને લઈ કર્ણાટક હાઈકોર્ટને ચુકાદો : મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ કરી છે
બેંગ્લુરુ,તા.૧૫
કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે ૧૫ દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં ૨૧ માર્ચ સુધી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે દ્ભજીઇઁની ૮ કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્‌ડ રિઝર્વની ૬ કંપનીઓ અને ઇઁહ્લની ૬ કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ ૧૪૪ પણ લગાવી છે. ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી. અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ. કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ ૨૫ હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

Previous articleપક્ષમાં વંશવાદને પ્રોત્સાહન નહીં અપાયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Next articleરિવને શહેરના ટીવી ટાવર પર રશિયના હુમલામાં ૧૯નાં મોત