શત્રુંજ્યની છ’ ગાઉ યાત્રાએ ઉમટ્યા ૫૦ હજારથી વધુ ભાવિકો

81

પાલિતાણા શેત્રુંજ્ય તીર્થમાં કોરોનાકાળના ૨ વર્ષ બાદ છ’ ગાઉ યાત્રા યોજાઈ, વહેલી સવારથી યાત્રિકો ઉમટી પડ્યા- જય જય આદિનાથના જયઘોષથી શેત્રુંજય ગુંજી ઉઠ્‌યો, ૪૦ સ્થળોએ સંઘપૂજન, આદપર ઘેટી ખાતે ૧૦૦ મંડપ ઉભા કરી થઈ પાલભક્તિ
કોરોના કાળમાં બે વર્ષના અંતરાય બાદ આજે યોજાયેલી પાલિતાણા શેત્રુંજય ગિરિરાજની છ’ગાઉ યાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દાદાને ભેટી ધન્ય ધન્ય થયા હતા. એક અંદાજ મુજબ યાત્રિકોની સંખ્યા ૫૦ હજારથી વધુ રહી હતી. વર્ષમાં એક જ વખત ફાગણ સુદ ૧૩ ના દિવસે યોજાતી છ’ગાઉ યાત્રાનું જૈન શાસ્ત્રમાં અનેરૂ મહત્વ લેખાયેલું છે, આજે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કલકતા સહિતના રાજ્યમાંથી ભાવિકોએ ઉમટી પડી અંગ દાહક ગરમી વચ્ચે પણ છ ગાઉની કઠિન યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. દરેક યાત્રિકનું બહુમાન રૂપે યાત્રાના માર્ગમાં ૪૦ સ્થળોએ સંઘપૂજન કરાયું હતું જયારે આદપર ઘેટી ખાતે પરંપરાગત ૧૦૦ ટેન્ટ ઉભા કરી પાલભક્તિ કરાઈ હતી.

તીર્થધામ પાલિતાણા ખાતે છ’ગાઉ યાત્રામાં આ વર્ષે કોઈ અંતરાય ન હોવાથી ભાવિકોનો મોટો પ્રવાહ ગઈ કાલથી આવી પહોંચ્યો હતો. દિવસો અગાઉથી બુકીંગ થઈ જતા તમામ ૩૦૦ જેટલી ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ હતી. જયારે ભાવનગર શહેર સહિત જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય પંથકમાંથી વહેલી સવારે પહોંચી ભાવિકોએ યાત્રાની શરૂઆત કરી હતી. પાલિતાણાંમાં મોડીરાતથી જ ભાવિકો તળેટી ખાતે પહોંચી ગયેલ. દરેક યાત્રિકના ચહેરાઓ પર ઉત્સાહ જોવા મળતો હતો.શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની મંજૂરી મળતા જ જય આધિનાથના જય ઘોષ સાથે ભાવિકોએ મંગલમય યાત્રાનો

Previous articleભાવનગરમાં 12 થી 14વર્ષના બાળકોને રસી આપવાનો પ્રારંભ, બાળકો વેક્સિન લેવા માટે ઉત્સાહથી જોડાયા
Next articleવર્ષમાં એક જ દિવસ થતી છ’ગાઉ યાત્રા ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે..?