શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આધેડની હત્યા કરનાર હત્યારાને આજીવન કારાવાસ સાથે રૂપિયા ૫૦ હજારનો દંડ

89

ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ આર.ટી વચ્છાણીએ સરકારી વકીલ વિપુલ દેવમોરારીની તર્કબદ્ધ દલીલો ગાહ્ય રાખી]
ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આજથી અઢી વર્ષ પૂર્વે બે પાડોશી વચ્ચે સર્જાયેલ સામાન્ય બોલાચાલી દરમ્યાન આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક સગીર તથા તેનાં પિતાએ આધેડ પર છરી વડે હુમલો કરી મોત નિપજાવી નાસી છુટ્યા હતાં આ કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલતા જજ આર.ટી વચ્છાણીએ મુખ્ય આરોપી ને આજીવન કેદ સાથે રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે જયારે સગીર આરોપી વિરુદ્ધ બાળ અદાલતમાં હવે પછી અલગથી કેસ ચાલશે. સમગ્ર બનાવ અંગે ભાવનગર કોર્ટ પરિસરથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ રૂખડીયા હનુમાનજી મંદિર પાસે રહેતા કિશોર કાનજી રાઠોડ તથા તેના પાડોશી મુન્ના બુધા રાઠોડ વચ્ચે ગત તા ૨૮-૬-૨૦૨૦ના રોજ માથાકૂટ થઈ હતી જેમાં હકીકત એવી છે કે રાત્રીના સમયે કિશોર તથા તેનો સગીર વયનો પુત્ર મરણજનાર મુન્ના ના ઘર પાસે ગાળો બોલતાં હોય આથી મુન્ના એ પિતા-પુત્ર ને ટપારી ઘર પાસે ગાળો ન બોલવા જણાવતાં ઉશ્કેરાયેલા પિતા-પુત્ર એ મુન્ના પર છરી વડે હુમલો કરી મુખ્ય આરોપી કિશોરે મુન્ના ને છરીના આડેધડ ઘા ઝીંકી પિતા પુત્ર નાસી છુટ્યા હતાં બીજી તરફ ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું આ અંગે સી-ડીવીઝન પોલીસ મથકમાં સગીર પુત્ર તથા તેના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.
જે અંગે નો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલતા જજ આર.ટી વચ્છાણીએ સરકારી વકીલ વિપુલ દેવમોરારી ની તર્કબદ્ધ દલીલો ૩૦ દસ્તાવેજી પુરાવાઓ ૧૨ મૌખિક જુબાની સાથે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી કિશોર કાનજી રાઠોડને આઈપીસી કલમ ૩૦૨ ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા સાથે રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો આ દંડની રકમ મૃતક મુન્ના ના પરીવારને વળતર રૂપે આપવા સાથે સગીર આરોપીનો બાળ અદાલતમાં અલગથી કેસ ચલાવવા હુકમ કર્યો હતો.

Previous articleભાવનગર બે દિવસ યલો એલર્ટ : ઉનાળાના આરંભે જ ૩૯.૪ ડિગ્રી સાથે આકરો તાપ
Next articleભાવનગરમાં શહેરમાં પાંચ દિવસ બાદ કોરોનાનો આજે એક નવ કેસ નોંધાયો, ૧ ડિસ્ચાર્જ