ભાવનગરમાં શહેરમાં પાંચ દિવસ બાદ કોરોનાનો આજે એક નવ કેસ નોંધાયો, ૧ ડિસ્ચાર્જ

90

શહેરમાં ૫ અને ગ્રામ્યમાં ૦ દર્દીઓ મળી કુલ ૫ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં કોરોના કેસમાં દિનપ્રતિદિન સતત ઘડાડો નોંધાતા રાહત થઈ હતી, ભાવનગર શહેરમાં પાંચ દિવસ બાદ આજે કોરોના નો એક કેસ નોંધાયો હતો, ગ્રામ્યમાં એક પણ કેસ નોંધાયો ન હતો, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં ૫ અને જિલ્લામાં ગ્રામ્યમાં ૦ દર્દી મળી કુલ ૫ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૯ હજાર ૨૫૧ કેસ પૈકી હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૫૯ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleશહેરના કરચલીયાપરા વિસ્તારમાં આધેડની હત્યા કરનાર હત્યારાને આજીવન કારાવાસ સાથે રૂપિયા ૫૦ હજારનો દંડ
Next articleસાળંગપુરમાં કષ્ટભંજનદેવને સોપારી અને કમળ કાકડીના વાઘાનો દિવ્ય શણગાર કરાયો