હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે આરતી, વિશેષ શણગાર તથા દિવ્ય રંગોત્સવની ઉજવણી કરાશે
બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારના રોજ સોપારી અને કમળ કાકડીના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મંગળા આરતી બાદ પૂજારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજનદેવને સોપારી અને કમળ કાકડીના વાઘાનો દિવ્ય શણગાર કરાવી આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. હજારો ભકતોએ આ અનેરા દર્શન લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે આગામી તારીખ ૧૮ના રોજ મંગળા આરતી સવારે ૫ઃ૩૦ કલાકે એવં શણગાર આરતી ૭ કલાકે તથા સંધ્યા આરતી સાંજે ૬ઃ૪૫ કલાકે કરવામાં આવશે. ધુળેટીના દિવસે શ્રી કષ્ટભંજનદેવને વિશેષ શણગાર કરવામાં આવેશે. નાસિક ઢોલના તાલે-સંગીતના સથવારે તેમજ સંતોના સાનિધ્યમાં દિવ્ય રંગોત્સવની સવારે ૭ઃ૩૦ થી ૮ ક્લાક દરમિયાન ઉજવણી કરવામાં આવેશે. કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને સોપારી અને કમળ કાકડીના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.