યુજવેન્દ્ર ચહલ રાજસ્થાન રોયલ્સનો સુકાની બન્યો ?

65

નવી દિલ્હી, તા.૧૬
રાજસ્થાન રોયલ્સે એક ટિ્‌વટ કર્યું, જેનાથી ફેન્સ કાન ઉભા થઈ ગયા. ટીમે યુઝવેન્દ્ર ચહલ ( આઈપીએલ ૨૦૨૨)ની તસવીર શેર કરતા લખ્યું- નવા કેપ્ટન યુઝવેન્દ્ર ચહલને મળોપ. આ અચાનક ટ્‌વીટથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, સંજુ સેમસન( આઈપીએલ ૨૦૨૨)ની જગ્યાએ ચહલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સેમસનના અભિનંદન પર ટીમના ઓફિશિયલ એકાઉન્ટમાંથી ચહલની મજા લેવામાં આવી ત્યારે લોકો આ મામલાને સમજી શક્યા. આ પછી ટીમે ટિ્‌વટ કરીને યુઝવેન્દ્ર ચહલની મજા લીધી. એક ટિ્‌વટમાં, ફ્રેન્ચાઇઝીએ લખ્યું- જો આ ટિ્‌વટ ૧૦,૦૦૦ વખત રીટ્‌વીટ કરવામાં આવે છે, તો ચહલને જોસ બટલર ’અંકલ’ સાથે ઓપનિંગ કરવાની તક મળશે. ફ્રેન્ચાઇઝી અહીં જ ના અટકી. તેણે એક વિડીયો શેર કર્યો, જેમાં યુઝવેન્દ્ર ચહલ બોલ ફેંકે છે અને બોલ પૃથ્વી પરથી સીધો ચંદ્ર પર પહોંચે છે. અગાઉ, ફ્રેન્ચાઇઝીએ ચહલનો હોટલમાં એન્ટ્રી મારતો વિડીયો શેર કર્યો હતો. તેના પર ચહલે લખ્યું- હું હવે આ એકાઉન્ટ હેક કરીશપ. તેના પર ચાહકો તરફથી પણ ઘણી પ્રતિક્રિયા આવી હતી. તમને જણાવી દઈએ કે આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં ટીમે ચહલને સાડા છ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ તે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ (છેલ્લી સિઝન સુધી) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો. ઉલ્લેખનીય છે કે યુજવેન્દ્ર ચહલ પણ પોતાના સાથી ખેલાડીઓની મોર્ફ કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને મસ્તી કરતો રહે છે. આ વખતે ટીમના સોશિયલ મીડિયાને હેન્ડલ કરતી ટીમે પૂરી તૈયારી ચહલની મજા લીધી.

Previous articleનોરા ફતેહીએ બોલ્ડ અને બ્યૂટીફૂલ અદાઓ બતાવી
Next articleપેટ્રોલ, ડીઝલ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કંપનીની જેમ ફાધર ઓફ બોમ્બ જેવો આકરો ભાવવધારો કરો.