GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

79

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૦૧. આપેલ શબ્દ માટે સમાનાર્થી શબ્દ શોધો. ‘મુકતા’
– મોતી
૭૦ર. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.
– વીર ટ કાયર
૭૦૩. ‘યુદ્ધસ્થ વિગતજવર’ સંસ્કૃત શબ્દનો અર્થ શું થાય છે ?
– જડતા છોડીને યુદ્ધ કર
૭૦૪. નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. ‘પગ ટકવો’
– સ્થિર થવું
૭૦પ. નીચે આપેલ સાચા શબ્દસમુહ માટે એક શબ્દ શોધીને લખો ‘સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી’
– વૈખરી
૭૦૬. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો
– મ્યુનિસિપાલિટી
૭૦૭. મુકતકનો વિશેષ ગુણ કયો છે ?
– ચમત્કૃતિ
૭૦૮. ‘મહાદેવ’ શબ્દનો સમાસ ઓળખાવો.
– કર્મધારય
૭૦૯. નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. ‘ હું પણ ત્યાં જઈને બેસતો.’
– સંબંધક ભુતકૃદંત
૭૧૦. ‘જયાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ’ – અલંકાર ઓળખાવો.
– ઉત્પ્રેક્ષા
૭૧૧. ‘લાંબો જોડે ટુકો જાય, મરે નહિ તો માદો થાય, તે માટે તક જોઈ તમામ, શકિત વિચારી કરિયે કામ’ – પંકિતમાં કયો છંદ છે તે લખો.
– ચોપાઈ
૭૧ર. ‘ફકત દસ મિનિટમાં આવી જાઓ’ વાકયમાં નિપાત જણાવો.
– ફકત
૭૧૩. ‘મયુરવાહિની’ શબ્દનો સમાસ ઓળખાવો.
– બહુવ્રીહિ
૭૧૪. પ્રોષિતભર્તુકા શાનું આલંબન છે ?
– વિયોગ શુંગારનું
૭૧પ. નીચે આપેલ વાકયમાં રેખાંકિત શબ્દનો કૃદંતના પ્રકાર જણાવો. ‘લખવું વાચવું એ કઈ કેળવણી નથી’
– વિધ્યર્થકૃદંત
૭૧૬. આપેલ શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધો.
– એકસ રે
૭૧૭. નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ?
– વદન સુધાકરને રહું નિહાળી
૭૧૮. ‘મોડી મોડી ખબર પડી, બા તું જ છો જયોતિર્ધામ!’ છંદ લખો.
– મંદાક્રાન્તા
૭૧૯. ‘કળ વળવી’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.
– નિરાંત થવી
૭ર૦. ‘મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા! ’ વાકયમાં નિપાત જણાવો.
– તો
૭ર૧. ‘એક સ્ત્રી ખુણામાં બેઠી હતી’- વિશેષણનો પ્રકાર લખો
– સંખ્યાવાચક
૭રર. ‘ચકિત’ માટે વપરાતો શબ્દ કયો છે ?
– ગુણવાચક
૭ર૩. સાચી જોડણીવાળો શબ્દ જણાવો.
– ટચૂકડું
૭ર૪. ‘પ્રત્યુપકાર’ની સંધિ છોડો.
– પ્રતિ + ઉપકાર
૭રપ. વિરૂદ્ધાર્થી શબ્દ લખો : ‘ગુરૂ’
– લઘુ
૭ર૬. કહેવતનો અર્થ લખો : ‘વખત તેવા વાજા’
– સમય પ્રમાણે વર્તવું.
૭ર૭. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : ‘વહેતા પાણીમાં થતું કુંડાળુ’
– વમળ
૭ર૮. કહેવતનો અર્થ લખો : ‘દામ કરે કામ’
– પૈસાથી બધા કામ થઈ શકે
૭ર૯. સમાસ ઓળખાવો : ‘નવરાત્રિ’
– દ્વિગુ

Previous articleપેટ્રોલ, ડીઝલ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કંપનીની જેમ ફાધર ઓફ બોમ્બ જેવો આકરો ભાવવધારો કરો.
Next articleહોળી પહેલા શેરબજારમાં દિવાળી જેવો માહોલ