હિમેશ રેશમિયાએ કષ્ટભંજનદેવના દર્શન કર્યા બાદ સંતો સાથે સત્સંગ કર્યો
બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે વિખ્યાત બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા પોતાના પરિવાર સાથે સૌપ્રથમ વખત સાળંગપુર મંદિરે હનુમાનજીના દર્શનાથે આવી પહોંચ્યા હતા.સંગીત નિર્દેશક તરીકે 2003માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી.
તેમના ગીતો જેવાં કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયાં’ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો.દાદાના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી એવમ પરમ પૂજ્ય વિવેકસાગર દાસજી સ્વામી સાથે સાથે પરમ પૂજ્ય 108 લાલજી મહારાજની પણ મુલાકાત કરી અને ભોજન ગ્રહણ કરી દાદાના દર્શન એવમ સંતો સાથે સત્સંગ કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં હાજર અન્ય લોકોએ પણ પોતાના મનગમતા કલાકારને નજીકથી નિહાળવાની તક ઝડપી લીધી હતી.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ