મ્યુઝિક, એરબેગ, ગન, પંપીંગ તેમજ છોટાભીમ સહિત કાર્ટૂન વાળી પીચકારીઓની બાળકોમાં ભારે ડિમાન્ડ
છેલ્લા બે વર્ષથી ધુળેટીનું પર્વ નહીં ઉજવી શકેલા બાળકોથી માંડીને યુવાનો હવે શુક્રવારે ધુળેટી પર્વ ઉજવવા થનગની રહ્યા છે બજારમાં પણ ધુળેટી માટેના કલર તથા પીચકારી ઓનું ભારે વેચાણ થઈ રહ્યું છે અને આ વખતે બજારમાં અનેક વેરાયટીઓ વાળી વેરાયટીઓ જોવા મળી રહી છે રૂપિયા ૧૦ થી ૧૫૦૦ સુધીની પીચકારીઓ બજારમાં વેચાઇ રહી છે અને લોકો ઉત્સાહભેર ખરીદી પણ કરી રહ્યા છે બાળકો અને યુવાનોના પ્રિય તહેવાર રંગોત્સવનુ પર્વ ધુળેટીની શુક્રવારે ઉજવણી થનાર છે. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી લોકો એક પણ તહેવાર ઉજવી શક્યા નથી ત્યારે હવે કોરોના બાદ તમામ નિયંત્રણો હળવા થતા બાળકો તથા યુવાનો જાણે કે રંગોત્સવ પર્વ ઉજવવા થનગની રહ્યા હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારમાં જાતભાતની વેરાયટી તેમજ ડિઝાઇન વાળી પીચકારીઓ વેચાઈ રહી છે જેમાં છોટાભીમ, બાર્બી, સહિત કાર્ટુન વાળી તેમજ મ્યુઝિક તથા. ગીત વાગે તેવી, પમ્પીગ, એરગન સહિતની પીચકારીઓની બાળકોમા ભારે ડિમાન્ડ રહે છે. આ ઉપરાંત પાણી ભરીને એક બીજા સામે ઉડાડવાના ફુગ્ગા, ગુલાલ સહિત કોરા નેચરલ કલર પણ બજારમાં ખુબ વેચાય રહ્યા છે. આ વખતે ભાવમા પણ ૨૦ ટકા જેટલો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે છતા આ વખતે બાળકો અને યુવાનો તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યા છે. શહેરના એમ.જી રોડ, વોરાબજાર, ગોળબજાર, પિરછલ્લા સહિતના વિસ્તારોમાં કલર તથા પિચકારીઓનુ વેચાણ થઈ રહ્યું છે.