આજે યુવાધનમાં ધૂળેટી પર્વની ધામધુમથી ઉજવણી કરવા સુસજ્જ
ફાગણમાસના પર્વ અને અસુરી શક્તિ ઓ પર સુરી શક્તિ ના વિજ્ય પ્રતિક સમાન ફાગપર્વોત્સવ ના બીજા દિવસના પર્વ હોલીકા નું પરંપરાગત રીતે દહન કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ફાગણસુદ તેરસ એટલે કે કમળાહોળી થી શરૂ થતાં ફાગોત્સવના ત્રિદિવસીય મહા પર્વોમા બીજા દિવસે શહેર-જિલ્લામાં હોલીકા નું પરંપરાગત રીતે દહન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોમાં જણાવેલ નિર્દેશ-મહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી.
લોકો મોટી સંખ્યામાં હોળીના દર્શન સાથે હોલીકા ની પ્રદક્ષિણા માટે ઉમટી પડ્યા હતા એ સાથે હોળીમાં ખજૂર દાળીયા ધાણી શ્રીફળ જેવાં હૂત દ્રવ્યો પણ હોમ્યા હતા નવ વિવાહિતો તથા આ વર્ષે જન્મેલ બાળકોને લઈને તેમના માતા-પિતા સુરભિક્ષની કામનાઓ સાથે હોળી પ્રદક્ષિણા માટે આવ્યાં હતાં આ વર્ષે કોરોના મહામારીનો ભય ન હોય આથી લોકો મુક્ત મને ઉત્સવ ની ઉજવણી કરી રહ્યાં છે તો બીજી તરફ વર્ષોથી ચોમાસાના વરસાદ નો વર્તારાનો અભ્યાસ કરતાં ખગોળ રસિકો પણ હોલીકા દહન સ્થળે ઉમટ્યા હતાં અને હોળીની જ્યવાળાઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો આ વર્ષે પંચાગોમા તિથિ અંગે સ્પષ્ટતા ન હોવાનાં કારણે અનેક લોકો એ ગુરુવારે કમળા હોળી તથા શુક્રવારે મુખ્ય હોળી અને શનિવારે ધૂળેટી પર્વની ઉજવણી કરનાર છે પરંતુ મોટા ભાગના લોકો એ આજે હોળીકા દહન કર્યું હોય આથી આજે શુક્રવારે ધૂળેટી પર્વની મન ભરીને મજા માણશે અરસ-પરસ નિખાલસતા થી રંગે રોળી આપસી રાગદ્વેષનો અંત આણશે .