ભાવનગરના ટાઉનહોલની આવતીકાલ…..

242

ભાવનગર શહેરની શાન સમો મોતીબાગ ટાઉનહોલ લોકોને હવે કદાચ વિસરાઈ પણ ગયો હશે. બેસતા વર્ષે યોજાતું નાગરિક સ્નેહમિલન પણ હવે ઓપન એર થિયેટરમાં થવા લાગ્યુ છે. આ પહેલા આ ટાઉનમાં થતુ અને તેની દુરદશા જોઈ સહું કહેતા, આ ટાઉનહોલનું કંઈક થવું જોઈએ.

આખરે કંઈક નહી વિશેષ કહી શકાય તેવું થયું છે. મોતીબાગ ટાઉન હોલનું રિનોવેશન-રિ-ડેવલપમેન્ટ પૂર્ણ થવામાં છે. શહેર વિકાસ યોજનાની ‘આગવી ઓળખ’ યોજના હેઠળ આ ટાઉનહોલનું પૂરાતત્ત્વ મુલ્ય અને ઓળખ જળવાઈ રહે તે માટે ૫.૩૧ કરોડની થયેલી ફાળવણીમાંથી આ હોલનો જિર્ણોધ્ધાર થયો છે. ફોલ સિલીંગ, ગ્રિન રૂમ, માર્બલ ફલોરીંગ, ઝુમ્મર, એરકન્ડીશન, અંદર બહાર ભવ્ય લાઈટીંગ, ગાર્ડન ડેવલપમેન્ટ સહિતની સુવિધાઓ સાથે ટાઉન હોલની બદલાયેલી રોનક તસવીરોમાં જોઈ શકાય છે. ટુંક સમયમાં આ હોલ લોકાર્પિત થશે.

Previous articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત, ૪ ડિસ્ચાર્જ
Next articleએમ.જી. રોડ, પીરછલ્લા સહિતના વિસ્તારોમાં દબાણો હટાવવા કાર્યવાહી