એમ.જી. રોડ, પીરછલ્લા સહિતના વિસ્તારોમાં દબાણો હટાવવા કાર્યવાહી

196

ભાવનગરમાં મુખ્ય બજારમાં વેપારીઓ દ્વારા દુકાનની બહાર ચીજવસ્તુઓ અને લટકણીયાઓ રાખી દબાણ કરવાની પરંપરા રહી છે. વર્ષોથી આ રીતે દબાણ કરવામાં આવે છે જેથી બજારો સાકડી બની જાય છે. વેપારમાં એકબીજા વચ્ચે સ્પર્ધા કરવા માટે વેપારીઓ આમ કરતા હોય છે પરંતુ તેનાથી ટ્રાફિક સમસ્યા ઉદ્દભવે છે. મહાપાલિકાને પણ મુડ ચડે ત્યારે બજારમાં આંટોફેરો કરી આવા દબાણો સામે કાર્યવાહી થતી હોય છે. આજે ફરીવખત મ્યુ. દબાણ હટાવ સેલને મુડ ચડતા એમ.જી. રોડ, પીરછલ્લા શેરી, વોરાબજાર સહિતના વિસ્તારોમાં રાઉન્ડ લીધો હતો અને કેટલાક વેપારીઓનો સામાન ઝપ્ત લેવામાં આવ્યો હતો.

Previous articleભાવનગરના ટાઉનહોલની આવતીકાલ…..
Next articleધ કશ્મીર ફાઇલ્સનો જબ્બર જુવાળ, ફિલ્મને પ્રમોટ કરવા વેપારીઓ, સંસ્થાઓનું અભિયાન