GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

72

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૭૩૦. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
– નકકી, નશ્વર, નંદિની, નાવીન્ય, ન્યાસ
૭૩૧. સમાસ ઓળખાવો : ‘પરદેશ’
– કર્મધરાય
૭૩ર. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
– ઉદ્ધૃત
૭૩૩. રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘ચાવી ચડાવવી’
– ઉશ્કેરવું
૭૩૪. સંયોજકનો પ્કરાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો’
– વિરોધવાચક
૭૩પ. રૂઢિપ્રયોગનો અર્થ લખો : ‘ગતિ થવી’
– સદગતિ થવી
૭૩૬. છંદ ઓળખાવો : ‘હાર તો થૈ જીતી જીત, ઉત્સાહે મન ત્યાં ધસે, દેખાતી જીત હારો તો ચારે કરો હવા હસે! ’
– અનુષ્ટુપ
૭૩૭. કર્મણિ વાકયરચનામાં ફરેવો : ‘ચું સાચું બોલ્યો’
– તારાથી સાચું બોલાયું
૭૩૮. નીચેનામાંથી કયો શબ્દ પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ છે ?
– આબરૂ
૭૩૯. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?
– ઋૃત્વિજ
૭૪૦. શબ્દ કોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?
– વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન
૭૪૧. અલંકાર ઓળખાવો : ‘ગાંધીજી એટલે ગાંધીજી’
– યમક
૭૪ર. સમાનાર્થી શબ્દ લખો : ‘નાદ’
– ધ્વનિ
૭૪૩. આપેલા વાકયમાંથી વિશેષણ શોધો : ‘તાજા ફુલોની સુવા ફેલાઈ ગઈ’
– તાજા
૭૪૪. અલંકાર ઓળખાવો : ‘વૃક્ષ પહેરેગીરની જેમ ઉભાં હતાં’
– ઉપમા
૭૪પ. આપેલા વાકયમાંથી વિશેષણ શોધો : ‘મોહન ઈકોતેર પેઢી તારે’
– ઈકોતેર
૭૪૬. શબ્દસમુહ માટે એક શબ્દ લખો : ‘પાણી ભરી લાવવાની ચામડાની ગુણ કે થેલી’
– પખાલ
૭૪૭. નિપાત લખો : ‘મહેશ તેના પિતા જેવો જ છે’
– જ
૭૪૮. સંધિ લખો : ‘સમ્‌ +વૃષ્ટિ’
– સંસૃષ્ટિ
૭૪૯. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો ‘લોકોનું ટોળું ઉગમણી દિશામાં ગયું’
– સમુહવાચક
૭પ૦. નિપાત લખો : ‘ભાવનું તો ઠીક, ભાઈ’
– તો
૭પ૧. છંદ ઓળખાવો : ‘ખોટો જરાક કરતો યદિ ફેંસલો હું’
– વસંતતિલકા
૭પર. બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ કયું છે ?
– ચક્રપાણિ
૭પ૩. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો ‘નિતનિત વલોણાના એના અમી ધરતી હતી.’
– હરિણી
૭પ૪. શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ‘કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું’
– પલવટ
૭પપ. સંધિ છોડો : ‘ભિન્ન’
– ભિન્‌ + ન
૭પ૬. સંધિ જોડો : ‘પ્રીતિ + અર્થ’
– પ્રીત્યર્થ
૭પ૭. ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ આદેશ કોણે આપ્યો છે ?
– મહાત્મા ગાંધીજી
૭પ૮. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ‘ઓસાણ ન રહેવું’
– યાદ ન રહેવું
૭પ૯. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો ‘ખટકર્મ’
– દ્વિગુ
૭૬૦. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ‘વધારે રખડનાર સફળ થતો નથી.’
– ભવિષ્યકૃદંત

Previous articleચંદ્ર પરના હાઇવેની ચોકડી પર દબાણ કરી ચંદ્રાસ્ત રેસ્ટોરેન્ટ શરૂં કરવાનો દ્રઢ નિર્ધાર છે!!
Next articleઅન્ય દેશોમાં કેસ વધતાં કેન્દ્ર સરકાર કોરોનાને લઈને સતર્ક