તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ “ધ કાશ્મીર ફાઇલ” નામની ફિલ્મ નો આજે મહિલાઓ માટે ખાસ શો અભિનેત્રી આરતી જોશી દ્વારા ભાવનગરમાં ગોઠવવામાં આવ્યો હતો, આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો ઉપર ગુજારવામાં આવેલ અત્યાચાર ને મારા સાથી ફિલ્મ મેકર એ બનાવી ને લોકો સમક્ષ તે સમયની કાશ્મીરનું ચિત્ર રજૂ કર્યું છે, આ અંગે ફિલ્મ અભિનેત્રી આરતી જોષીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એટલે જ મંજૂરી મળી છે માટે જ આ ફિલ્મ સફળતાનાં શિખરો સર કરી રહી છે, ભાવનગરનું ગૌરવ એવી આરતી જોશી મુંબઈમાં સૌપ્રથમ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માંમાં કામ મળતાની સાથે જ ટીવી એક્ટ્રેસમાંથી બોલીવુડ એક્ટ્રેસ બની અનેક હિન્દી ફિલ્મો, તેલગુ ફિલ્મો અને વેબ સીરીઝોમાં કામ કરી સફળતાની ટોચે પહોંચી અને ભારતનું ગૌરવ એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પર બનેલ ફિલ્મમાં કામ કરી સૌને અચંબામાં પાડી દીધા હતા. ભાવનગર શહેરમાં આવેલ ઈઁ સિનેમામાં આજે આરતી જોશી દ્વારા મહિલાઓ માટે ફ્રી શો બુક કરાવ્યો હતો જેમાં મહિલાઓને ફિલ્મ બતાવી ૧૯૯૦ માં કશ્મીરમાં હિન્દુઓ ઉપર કેવા પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો હતો તેને લઈ ફિલ્મ નિહાળી રહેલ મહિલાઓને પણ વાકેફ કરી હતી, ફિલ્મ એક્ટર્સ આરતી જોશી દ્વારા શહેરમાં ધ કશ્મીર ફાઈલ ફિલ્મમાં પહોંચતા તેને જોવા માટે અનેક શહેરીજનો આવી પહોંચ્યા હતા જોકે આ દરમિયાન ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને ના ધારાસભ્યએ પણ આરતી જોશી સાથે ફિલ્મ નિહાળી હતી,