શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું.
આ અવસરે તેમની સાથે ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આજે ખાતમુરહૂર્ત થયેલાં કામોમાં રૂ ૮.૩૦ લાખના ખર્ચે કન્લર્ટ નાળા બનાવવાનું કામ હેમાબાની ઓફિસ સામે, મઢુલી પાસે સંપન્ન થયું હતું, તો રૂ. ૧૫ લાખના ખર્ચે ઇન્દિરાનગર ખાતે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રીએ કર્યું હતું. આ ઉપરાંત જી.આઇ.ડી.સી. થી ઇન્દિરાનગરના વણકરવાસ સુધી પાણીની લાઈન અપગ્રેડ કરવાનું કામનું ખાતમુહૂર્ત પણ શિક્ષણ મંત્રીના હસ્તે થયું હતું.