અનન્યા પાંડે તેના બોલ્ડ લુકને કારણે થઇ ટ્રોલ

127

મુંબઇ, તા.૧૯
અનન્યા પાંડે પર હાલમાં બોલ્ડનેસનું ભૂત સવાર છે. તે દરરોજ બોલ્ડ અવતારમાં જોવા મળે છે. ગઈકાલે રાત્રે અનન્યા પાંડે બોલ્ડનેસના ચક્કરમાં અજીબોગરીબ ફેશન કરતી જોવા મળી હતી. તેનો આ ડ્રેસ સુંદર હતો પરંતુ તેની ફેશન લોકો સમજી શક્યા નહીં. વાસ્તવમાં અનન્યા પાંડે ગઈ કાલે રાત્રે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી. હવે તેનો આ લુક જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અનન્યા પાંડેના આ ડ્રેસની વાત કરીએ તો આ ડ્રેસ ફરહાન અખ્તરની પાર્ટીમાં મલાઈકાના ડ્રેસ જેવો જ લાગે છે. આ ડ્રેસમાં મોનોકિની જેવા ડ્રેસ પર ડિઝાઈન કરાયેલ પારદર્શક ફોલ જોવા મળે છે. જે પણ હોય, અનન્યા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ડ્રેસમાં અનન્યાનો એક વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. હવે આ વીડિયો પર લોકો અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યુ કે.’ પેન્ટ તો પહેરી લેતી’ તો બીજાએ લખ્યું, ’હોલિવૂડની કોપી’ એક વ્યક્તિએ આ ડ્રેસને આપત્તિજનક ગણાવ્યો, જ્યારે એકે તેને આધુનિક સ્વિમસૂટ પણ ગણાવ્યો છે. ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેના રોમેન્ટિક કનેક્શન વિશે ઘણા સમયથી અફવાઓ ચાલી રહી છે. જો કે તેઓએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી, તેમના વારંવાર એકસાથે દેખાવા, અનન્યાની અવારનવાર શાહિદ કપૂરના ઘરે મુલાકાત અને બે લવબર્ડ એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ પર ટિપ્પણી કરતા ચાહકોને સંકેત આપે છે કે તેઓ ડેટ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે બંને ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યા હતા. એવું લાગતું હતું કે પાર્ટીનો કલર-કોડ ડાર્ક કલરનો હતો અને ઈશાન અને અનન્યાએ તેને સારી રીતે ફોલો કર્યો.

Previous articleસણોસરા ખાતે રૂ. ૨.૮૭ કરોડના ખર્ચે નિર્માણાધિન પાણી પુરવઠા યોજનાની ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
Next articleઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે લગ્ન કર્યા