ગિરધરભાઇ. લગ્ન ન થવા પાછળ શું કારણ હોય?” રાજુએ ધુળેટીમાં પિચકારીઓમાંથી રંગીન પાણી વછૂટે તેમ સવાલની મિસાઇલ દાગી.
“ લગ્ન ન થયા હોય તે “ મેં ટૂંકાક્ષરી જવાબ આપ્યો.
“ એમ સવાલ ઉડાવો નહીં.” રાજુએ આજીજીપૂર્વક કહ્યું.
છોકરા કે છોકરીની જન્મ કુંડળી મેળવતા ૩૬ ગુણો ન મળતા હોય.” મેં એક કારણ રજૂ કર્યું .
“ બીજું?” રાજુએ નવો સવાલ ઝીંક્યો.
“છોકરાને છોકરી ગમતી ન હોય અથવા ઉલટું હોય.” મારો જવાબ.
“ત્રીજું ?” રાજુએ વધુ સવાલ પૂછ્યો.
“રાજુ. પહેલાના સમયમાં ખેતીને શ્રેષ્ઠ, વેપારને મધ્યમ અને નોકરીને કનિષ્ઠ માનવામાં આવતી હતી. આજે ક્રમ ઉલ્ટાયો છે. છોકરીને ગામડામાં ખેતી કરતા છોકરા સાથે લગ્ન કરી છાણવાંસિદા કરવા નથી. ખેતરમાં ભોથા ભાંગવા નથી !! નોકરી કરતા યુવકો શાકબકાલાવી માફક ચપોચપ વીણાઇ જાય છે.!!!” મેં સમાજશાસ્ત્રી બની તારણો રજૂ કર્યા.
“ચોથું?” રાજુ સવાલયંત્ર બની ગયો કે શું?
“રાજુ. એક સમયે ધંધુકા પંથકમાં પાણીની તંગી કે સમસ્યા હતી. એટલે ધંધુકા પંથકમાં છોકરાઓને કોઇ છોકરી વરાવતા ન હતા. કહેવત હતી કે બંદૂકે દેજો પણ ધંધુકે ન દેજો!!” મેં રાજુને કહ્યું.
“પાંચમુ? રાજુએ ધાણીને સવાલનું નારીયેળ મારા તરફ ફેંક્યું.
“ વઢીયાર પંથકમાં સાસુ વઢકણી હોય ( બધી જગ્યાએ સાસુ લલિતા પવાર જેવી જ હોય. પછી છોકરીની હોય કે છોકરાની. શું કહેવું છે બરખુદાર?)એટલે વઢિયાર પર ચોકડી રહેતી “ મેં રાજુને ઐતિહાસિક ઇનપુટ આપ્યો.
હાથી આપણા માટે ભારેખમ મહાકાય પ્રાણી છે. દેવ અને દાનવોએ સમુદ્રમંથન કરેલું, ત્યારે ચૌદ રત્નો મળેલા તેમાં ધવલ વર્ણનો એટલે સફેદ રંગનો ઐરાવત હાથી નીકળેલો. જે દેવાધિદેવ ઇન્દ્રને આપવામાં આવેલ. પુરાણોમાં ગજેન્દ્ર મોક્ષની કથા છે.ધણી વાર બિનઉપયોગી તેમજ ખર્ચાળ બાબત માટે ધરે ધોળો હાથી બાંધ્યો એમ કહીએ છીએ. દોગળા માણસો માટે હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે તેવો ટોણો મારીએ છીએ. દુશ્મને નબળો ન માનવા માટે હાથીના કાનમાં મગતરું ઘૂસીને હાથીને હેરાનપરેશાન કરે છે તેમ કહીએ છીએ. વિરોધીને ન ગણકારવા માટે હાથીની પાછળ કૂતરા ભસે તેમ પણ કહીએ છીએ!!!
આપણે માટે હાથી કોયડા સમાન છે. એશિયન હાથી કરતા આફ્રિકન હાથીના કાન ત્રણ ગણા મોટા હોય છે. હાથી ઉભાઊભા ઊંઘે છે. શ્રીલંકાના હાથી, તેની પાસે કોઈ ટસ્ક નથી, શરીરના પ્રમાણમાં માથું ખૂબ મોટું લાગે છે,સુમાત્રાં હાથી, તેના નાના કદને કારણે ઉપનામ “પોકેટ હાથી”,
ખાસ કરીને મોટા કાન અને લાંબી પૂંછડીવાળા બોર્નીયન હાથી કહેવાય છે.
હાથી એક મોટું સ્થૂળ શરીરનું સૂંઢવાળું પ્રાણી છે. તેને માતંગ, સારંગ, વારણ, હસ્તી,કરી,દંતી,શુંડાલ,ગયંદ,કુંજર,ઇભ,સિંધુર,દ્વિરદ,વ્યાલ,કુંભી,દ્વિપ તરીકે પણ ઓળખવામાં આવે છે.હાથીનું શરીર ગોળાકાર અને જાડું છે; છતાં તે બહુ ચપળ હોય છે. હાથી સ્વભાવે શાંત છે, તેની ઊંચાઈ ૧૦ થી ૧૨ ફૂટની હોય છે. તેનું મુખ્ય લક્ષણ તેની સૂંઢ છે. તે સ્નાયુમય માંસની લંબી નળી હોય છે અને તે મોઢા ઉપર ખાલી લટકતી હોય છે સૂંઢને તે જોઈએ તેવી રીતે વાળી કે લંબાવી શકે છે. તેની બોચી ટૂંકી, કાન સૂપડા સરખા, ડોળા ઘણા જનાના, દંતશૂળ મોટા, પગ મોટા થાંભલા જેવા, ચામડી ઘણી જાડી, પૂંછડી ટૂંકી અને બારીક તથા છેડે વાળના જથ્થા વાળી હોય છે. તેની ખોપરી બીજા પ્રાણીઓના પ્રમાણમાં ભારે હોત તો તે ઉપાડવી હાથીને પણ ભારે થઈ પડત; પરંતુ હાથીની ખોપરીનું હાડકું અદ્ભૂત રીતે હલકું છે, કેમકે તે હાડકું હવાના ગૃહોથી ભરપૂર છે. આ હવાના ગૃહથી ખોપીર હલકી રહે છે અને તેથી સૂંઢના સ્નાયુઓ વગેરે ભારે અવયવો તેને ઉપાડવા સરળ થઈ પડે છે. કલેસ રહિત અને ગર્વિષ્ઠ હાથણીમાં જુવાન હાથીથી, ગર્ભમાં કંઈ કલેશ ન થયો હોય તે મજબૂત હાથી ઉત્પન્ન થાય છે. આવો હાથી જિંદગી પર્યંત મદોક્તટ રહે છે. અને તેમાં એકે દોષ ઉત્પન્ન થતા નથી.
હાથીના શરીરમાં સૂંઢ,વદન, વિષાણ, મસ્તક,નેત્ર,કાન,કંઠ,ગાત્ર,ઉરસ્થળ,રોષાંગ,કાંતિ,સત્ત્વ, ક્ષેત્ર હોય છે. ભદ્ર હાથીનું આયુષ્ય ૧૨૦ વર્ષનું ગણાય છે. ઉપર કહેલાં બારે ક્ષેત્રો હોય તો તે હાથી પૂરું આયુષ્ય ભોગવે છે. પણ એમાંથી એકેય ક્ષેત્ર ઓછું હોય તો દશ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. બે ક્ષેત્ર ઓછાં હોય તો ૨૦ વર્ષનું આયુષ્ય ઓછું થાય છે. આ ઉપરથી હાથીના આયુષ્યનો આધાર તેમાં રહેલાં નક્ષત્ર ઉપર છે.
હાથી આઠ જાતના હોય છે. આ આઠ જાત દિગ્ગજની છે. તેના વંશમાં ઉત્પન્ન થનેલા તે તે જાતિના કહેવાય છે.ઐરાવતઃ જે હાથીનું શરીર પાંડુર હોય, દાંત લાંબા અને ધોળા પુષ્પ જેવા હોય, રૂંવાડાં ન હોય, થોડા ખાનારા, બળયુક્ત, મોટા કદના, નાના પણ પુષ્પલિંગવાળા, લડાઈમાં ક્રોધયુક્ત, અન્ય સાથે શાંત, થોડું પાણી પીનારા, પુષ્કળ મદને ઝરનારા, પૂછડે નાના વાળાવાળા હોય તેવા હાથી ઐરાવત કુળના કહેવાય છે.
પુંડરીકઃ જેનાં શરીર કોમળ હોય, લમણાં ખરસટ હોય, મદઝરતા હોય, નિરંતર ક્રોધમાં જ રહેતા, સર્વભક્ષી, બલયુક્ત, તીક્ષ્ણદાંતવાળા હાથી પુંડરિક કુળના કહેવાય છે.
વામન : જેનાં શરીર ઠીંગણાં અને ખરસટ હોય, કોઇ વખતે જ મદ ઝરે, ખોરાકને લઈને જ બળયુક્ત રહે, બહુ જળ નહિ પીનારા, લમણામાં ઘણાં રૂંવાડાંવાળા, દાંત કદરૂપા,કરૂપડા હોય તથા કાન અને પૂંછડું ટૂંકાં હોય તે વામન વંશના સમજવા.
કુમુદઃ જેનાં શરીર લાંબાં, સૂંઢ લાંબી અને પાતળી, દાંત ખરાબ, શરીર મળથી ભરેલા, બુહ વિશાળ લમણાવાળા તથા કલ્હપ્રિય હોય તે હાથી કુમુદ વંશના કહેવાય છે.અંજનઃ જેનાં શરીર સ્નિગ્ધ હોય, જલની અભિલાષાવાળા, (ક્રમશ ) – ભરત વૈષ્ણવ
Home Vanchan Vishesh છતીસગઢના પ્રતાપપુર પંથકમાં પરણવા થનગનતા પામરોને લગ્નજીવનના પરિણામો માટે હાથીના ઝુંડ સાવચેત...