દર વર્ષે ગોહિલવાડના ગામડાઓમાં તસ્વીરમાં દષ્ટી ગોચર નયનરમ્ય દશ્યો અચૂકપણે સર્જાય છે ધરતીપુત્રો એ શિયાળામાં ઘઉં ચણા રાયડો મેથી સહિતનાં રવિ-રોકડીયા પાકોનું વાવેતર કર્યું હોય એ ખેત ફસલ ઉનાળા એટલે કે ગ્રીષ્મ કાળના પ્રારંભે તૈયાર થતી હોય છે આથી કિસાનો વહેલી સવારે અને ઢળતી સાંજે વાડી-ખેતરો વચ્ચે ખળામા થ્રેસર ધારકને બોલાવી ઘઉં ચણા સહિતના પાકો ની લાણી લેતાં હોય છે ખેડૂતો પોતાના પરીવાર માટે બારમાસ માટેના “દાણા-પાણી” આ સિઝન થકી જ મેળવતાં હોય છે જેમાં વાડી-ખેતરોમાં પાકેલ ઘઉં સહિતના અનાજો પોતાના ખપ પુરતાં રાખી વધતો જથ્થો ખેત ઉત્પન્ન બજારમાં વેચાણ કરી દેતાં હોય છે હાલમાં ઘઉંની લાણીની સિઝન પુર બહારમાં ખીલી છે ગામડાઓમાં ઠેક ઠેકાણે થ્રેસરની મદદ વડે ઘઉંની ડુંડી માથી ઘઉં અલગ કરી કોઠારો સાથે બોરીઓમા ભરી વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લાવી રહ્યાં છે ત્યારે તસ્વીરમાં દશ્યમાન એક ખેડૂત પરીવાર લોહી-પરસેવો એક કરી પકવેલ ઘઉંનો જથ્થો લઈ રહ્યાં છે.