સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે દાદાને ફૂલનો દિવ્ય શણગાર કરાયો

66

દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવને ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવેલ મંગળા આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા તથા શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) કરવામાં આવેલ. નોંધનીય છે કે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

Previous articleધોરણ ૧૨ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે બોર્ડે ઓનલાઇન મૂકી હોલ ટિકિટ
Next articleવિશ્વ ચકલી દીવસની ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાઈ