વિશ્વ ચકલી દીવસની ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાઈ

105

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ અને સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરના સયુક્ત ઉપક્રમે ૨૦ માર્ચ વિશ્વ ચકલી દીવસની ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવી હતી, સ્કાઉટ ગાઈડ સંધ ભાવનગર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરના સયુક્ત ઉપક્રમે આજરોજ વિશ્વ ચકલી દિવસના ભાગરૂપે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા,જેમાં સવારે ૭ વાગ્યાથી શરુ થયેલ ઉજવણીમાં ૧૫૦ થી વધુ સ્કાઉટ ગાઈડ જોડાયા હતા અને રંગપૂર્ણી, ચકલીના માળા બનાવવાનો વર્કશોપ અને જયસિંહ ગોહિલ દ્વારા ચકલીઓના ફોટાનુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં સ્કાઉટ ગાઈડ બાળકો અને વાલી, ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં પ્રદર્શનનો લાભ લીધો હતો, આ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રોવર્સ યશપાલ વ્યાસ અને સીનીયર સ્કાઉટ ગાઈડ દ્વારા જહેમત ઉઠાવી હતી.

Previous articleસાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે દાદાને ફૂલનો દિવ્ય શણગાર કરાયો
Next articleકથાકાર મોરારીબાપુએ કાશ્મીર ફાઈલ અને ભગવદગીતાને શિક્ષણ સમાવવાના નિર્ણયને આવકાર્યા