લાઇન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા ડાયમંડ ચોક ખાતે વિનામૂલ્યે પાણીના કુંડા નું વિતરણ કરાયું

208

લાઇન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દ્વારા ઉનાળાના આકરા તાપમાં પક્ષીઓ પાણી પી શકે અને તેની તરસ છીપે તે હેતું થી લાયન્સ ડાયાલીસીસ સેન્ટર ડાયમંડ ચોક ખાતે વિનામૂલ્યે ૫૦૦ પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું, દિવસે દિવસે આધુનિકતાની પ્રગતીમાં આપણે જાણે અજાણે પર્યાવરણની અને કુદરતનાં ઘરેણા જેવા પક્ષીઓ અને તેમાં પણ નાની ચકલીઓનો નાશ થવાના આરે મુકી દીધી છે. માનવ વસ્તી વધારાને કારણે ચારે બાજુ જંગલો અને વૃક્ષનો નાશ કરી ઉંચી ઈમારતો અને ભવ્ય મહેલો જેવા મકાન આપણે ખડકી દીધા છે. તેના રહેઠાણ આપણે છીનવી લીધા જેથી ચકલીની ચી.ચી.ચી સાંભળવાનું બંધ થયું અને વૃક્ષ ન રહેતા વાતાવરણ ગરમ અને વધુ ગરમ થતું જાય છે. આથી આપણે જાહેર સ્થળો ઉપર પક્ષીઓનાં માળા તથા પાણીના કુંડાઓ મુકવા જોઈએ, આ કાર્યક્રમમાં લાઇન્સ ક્લબના પ્રમુખ અલ્પેશપટેલ, હિતેશ જોધાણી, દિલીપ ત્રિવેદી, અશોક વશાની, હાર્દિક ભાઈ અને લાયન મહેશ દવે તથા કલબના મેમ્બરો એ જહેમત ઉઠાવી હતી.

Previous articleકથાકાર મોરારીબાપુએ કાશ્મીર ફાઈલ અને ભગવદગીતાને શિક્ષણ સમાવવાના નિર્ણયને આવકાર્યા
Next articleભાવનગરમાં શહેરમાં કોરોનાનો આજે નવા એકપણ કેસ ન નોંધાતા રાહત