શ્રી જે.પી. પારેખ સ્કૂલ-મહુવા ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન થયેલ જેમાં કસ્તુરબા માધ્યમિક કન્યા શાળા-વાઘનગરના વિદ્યાર્થીની બહેનો વિવિધ સ્પર્ધામાં ઝળહળતી સિધ્ધી.જેમાં અંડર-17 ચેસ સ્પર્ધામાં કલસરિયા જલ્પાબેન હરેશભાઈ પ્રથમ નંબરે, અંડર-17 યોગાસન સ્પર્ધામાં કલસરિયા ભદ્રાબેન મનસુખભાઈ પ્રથમ નંબરે અને અંડર-14 ચેસ સ્પર્ધામાં કલસરિયા પ્રિયાબેન ધનજીભાઈ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. આ ત્રણેય બહેનો આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે.જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ શાળાનું અને તેમના પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા.આ તમામ બહેનોને શાળાના આચાર્યશ્રી બી.જી. કળસરિયા, તેમજ કસ્તુરબા શાળા પરિવાર વતિ હાર્દિક શુભેચ્છાઓ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..