સિહોર ના કનાડ રોડ પર ભુતા કોલેજ પાસે એક કડબ ભરેલા આઈસર વાહન નંબર GJ04 IG 6298 માં જે કનાડ તરફ જઈ રહયું હતુ તે દરમિયાન રસ્તા પર P.G.V.C.L ની ઈલેવન લાઈન સાથે અડી જતા કડબ માં આંગ ભભુકી હતી અને આ આંગે વિકરાળ સ્વરૂપ લીધું હતું આ બાબત ની સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરાતા તાત્કાલીક ફાયર વિભાગ અને ટાંકા વિભાગ ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાંચ હજાર લિટર પાણી નો છટકાવ કરી ને આંગ પર કાબુ મેળવેલ આ બનાવ માં અંદાજીત પચાસ હજાર નુ નુકસાન થયેલ કોઈપણ જાત ની જાનહાની થયેલ નથી આ બનાવ માં ફાયર વિભાગ ના ધર્મેન્દ્ર ચાવડા મિતેષ કનાડા શિવુભા ગોહિલ સંદિપ રાવ રાજુભાઈ ટાંકા વિભાગના ભીમજી રાઠોડ લાલાભાઈ જોડાયા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર