મુંબઇ,તા.૨૦
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે માત્ર ભારતીય ક્રિકેટમાં જ પોતાનું કદ મજબુત બનાવ્યું નથી, પરંતુ એશિયન ક્રિકેટમાં પણ તેમનું કદ ખૂબ ઊંચું થઈ ગયું છે. આ જ કારણ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે, ભારતીય બોર્ડના સચિવ તરીકે શાહનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. ગયા વર્ષે એસીસીનો ચાર્જ સંભાળનાર જય શાહ હવે વધુ એક વર્ષ માટે આ પદ સંભાળશે એસીસીની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શાહ ૨૦૨૪ની વાર્ષિક સામાન્ય સભા સુધી આ પદ સંભાળશે, જેમાં નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાયેલી એશિયન કાઉન્સિલની એજીએમમાં સર્વાનુમતે શાહનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીસીસીઆઇ સચિવ શાહે જાન્યુઆરી ૨૦૨૧ માં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન પાસેથી એસીસીની બાગડોર સંભાળી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બનનાર તે સૌથી યુવા એસીસીએડ મિનિસ્ટ્રેટર છે. એશિયા કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ એસીસી હેઠળ આયોજિત કરવામાં આવે છે. શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમ્મી સિલ્વા દ્વારા શાહના વિસ્તરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેને તમામ સભ્યોએ ટેકો આપ્યો હતો. તેમના કાર્યકાળમાં એક વર્ષનો વધારો મેળવ્યા બાદ એજીએમને સંબોધતા શાહે જણાવ્યું હતું કે કાઉન્સિલનું મુખ્ય ધ્યાન પ્રદેશમાં રમતગમતના વિકાસને આગળ વધારવા પર રહેશે. તેણે કહ્યું, “અમે આ ક્ષેત્રમાં ક્રિકેટનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ખાસ કરીને મહિલા ક્રિકેટની પ્રગતિ સાથે, અમારું ધ્યાન સમગ્ર વર્ષ દરમિયાન પ્રદેશમાં એસીસી દ્વારા આયોજિત ઘણી ગ્રાસરૂટ ટુર્નામેન્ટ પર રહેશે.